દેશભરમાં ગુજરાતની ગણતરી એક સમૃદ્ધ રાજ્ય તરીકે થાય છે. આજના જમાનામાં શિક્ષણના મહત્વ કેટલું છે તે પણ દરેક જણ જાણે જ છે. જ્યાં એકબાજુ ગુજરાતમાં વિકાસના બણગા ફૂંકવામાં આવી છે ત્યારે એક વાસ્તવિકતા એ પણ છે કે ભાવિ પેઢીના શિક્ષણ સાથે ચેડા પણ થઈ રહ્યા છે. જે વાસ્તવિકતા સામે આવી છે તે જાણીને પગ નીચેથી જમીન સરકી જશે કારણ કે ગુજરાતમાં 900થી વધુ શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક છે. આ તે કેવો વિકાસ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક શાળાઓમાં એક જ શિક્ષક
રિપોર્ટ મુજબ ગુજરાતમાં 906 પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક ભણાવવા માટે છે. જે રીતે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે તે જોતા ગુજરાતમાં સારા શિક્ષણ માટેના જે દાવાઓ કરાઈ રહ્યા છે તે વાસ્તવિકતાથી દૂર જતા લાગે છે. વિચારવા જેવો પ્રશ્ન છે કે જ્યારે શાળામાં બધા જ વર્ગોના જો ગણીએ તો ઓછામાં ઓછા 200થી વધુ વિદ્યાર્થીઓ તો હોય ત્યારે તેમની વચ્ચે ભણાવનાર એક જ શિક્ષક હોય તો કેવું લાગે? શું આ રીતે ભણશે ગુજરાત? આ રીતે પ્રગતિ કરશે ગુજરાત?


બીજી બાજુ જોઈએ તો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિત અનેક કાર્યક્રમો દ્વારા રૂપિયા ખર્ચા છે. પણ બીજી બાજુ પ્રાથમિક શાળાઓમાં સ્થિતિ એવી છે કે બીચારા ભૂલકાઓને ભણાવનારા ટીચરો નથી. ભાવિ પેઢી આ રીતે તૈયાર થશે? પ્રાથમિક શાળાઓમાં આખરે આ માસૂમ બાળકોને કોણ ભણાવતું હશે? તેઓ શું ભણતા હશે? આ તમામ મુદ્દે જો કે શિક્ષણ વિભાગનો એવો બચાવ છે કે નિવૃત્તિ, અવસાન અને બદલી જેવા કારણોસર આ જગ્યાઓ ખાલી છે. જે હોય તે પણ જો આ રીતે જગ્યાઓ ખાલી પડે તો તે ભરવાની જવાબદારી નથી?


રામનવમી પર 222 તોલા સોનું અને 10 કિલો ચાંદીમાંથી બનેલી આ રામાયણ વિશે ખાસ જાણો


સરકારનો અણઘડ વહિવટ! સમુદ્રના પાણીને પીવાલાયક બનાવતી ટેક્નોલોજી સદંતર વેડફાઈ


"UPA સરકાર દરમિયાન CBI મારા પર નરેન્દ્ર મોદીને ફસાવવા માટે 'દબાણ' કરતી હતી"


32 હજારથી વધુ જગ્યા ખાલી
ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની હાલત કફોડી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 32674 શિક્ષકો અને આચાર્યની જગ્યાઓ ખાલી છે. જેના પરથી પ્રાથમિક શાળાઓમાં ભણતરની ગુણવત્તા અંગે પણ સવાલ હવે તો ઉઠ્યા છે. પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓના ઘડતરમાં પાયો ચણવાનું કામ કરે છે પણ જો આ સ્થિતિ હોય તો હવે શું કહેવું? રાજ્યમાં જ્યાં એકબાજુ લાખો યુવાનો નોકરી માટે ફાંફા મારે છે ત્યાં આટલી બધી જગ્યાઓ ખાલી છે પણ સરકાર દ્વારા તે ભરાતી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube