બનાસ ડેરી ચૂંટણીના ફાર્મ ભરવાના અંતિમ બે દિવસો જ બાકી
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીના ફાર્મ ભરવાના અંતિમ બે દિવસો જ બાકી રહ્યાં છે. આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌઘરી પાલનપુર પ્રાંત કચેરીએ 11 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા બાદ શંકર ચૌધરી પાલનપુર નજીક જોડનાપુરા ખાતે સભા કરશે
અલ્કેશ રાવ, બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીના ફાર્મ ભરવાના અંતિમ બે દિવસો જ બાકી રહ્યાં છે. આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌઘરી પાલનપુર પ્રાંત કચેરીએ 11 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા બાદ શંકર ચૌધરી પાલનપુર નજીક જોડનાપુરા ખાતે સભા કરશે.
આ પણ વાંચો:- રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી બાદ વધુ એક ઈન્જેક્શન કૌભાંડ
જીલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના મોટા આગેવાનો ઉપસ્થિત રહે તેવી શકયતાઓ છે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટલે પણ આજે થરાદ પ્રાંત કચેરીએ ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. અત્યાર સુધી માત્ર 4 ઉમેદવારો એજ ઉમેદવારી નોંધાવી છે, જે 4 ઉમેદવાર વર્તમાન નિયામક મંડળના સભ્ય છે. બનાસ ડેરીની ચૂંટણીમાં મોટાભાગની સીટ બિનહરીફ થાય તેવા શંકર ચૌધરી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો:- રાજસ્થાનમાં આદિવાસી આંદોલન સમેટાયું, ગુજરાતનાં બ્લોક કરાયેલા રસ્તાઓ ખોલવામાં આવ્યા
વર્તમાન પેનલ સામે બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈની પેનલ ઉમેદવારી નોંધાવી શકે છે. જો માવજી દેસાઈની પેનલ હરીફમાં આવશે તો બનાસડેરી ચૂંટણી રસપ્રદ બનશે. એશિયાની સૌથી મોટી બનાસડેરીનું ચેરમેન પદ જાળવી રાખવા શંકર ચૌધરી એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ શંકર ચૌધરી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર