ભવનાથ તળેટીમાં દામોદર કુંડથી ખાખ ચોક સુધીના ફોર ટ્રેક રોડની કામગીરીનું ખાતમુહર્ત
* સંતો મહંતો, મેયર, વન વિભાગના અધિકારીઓ, મનપાના પદાધિકારીઓ સહીતના ઉપસ્થિત
* 86.13 લાખના ખર્ચે ફોર ટ્રેક તૈયાર થશે, 27.82 લાખના ખર્ચે પુલનું નિર્માણ થશે
* ભવનાથ તળેટી જતાં રસ્તે ફોર ટ્રેક રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
* રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કર્યું ખાતમુહૂર્ત
જૂનાગઢ : શહેરથી ભવનાથ તળેટી જતાં રસ્તે દામોદર કુંડથી ખાખ ચોક સુધીના ફોર ટ્રેક રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહુર્ત કર્યું હતું. રૂપીયા 86.13 લાખના ખર્ચે આ ફોર ટ્રેક તૈયાર થશે. ઉપરાંત 27.82 લાખના ખર્ચે ભવનાથથી પ્રેરણાધામ જતાં રસ્તે પુલનું નિર્માણ પણ કરવામાં આવનાર છે. ગિરનાર અને ભવનાથ તળેટીમાં દર વર્ષે મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે. જેને લઈને ભવનાથ જતાં રસ્તાને ફોરટ્રેક કરવામાં આવ્યો હતો. જેમાં દામોદર કુંડ પાસેનો થોડો ભાગ ફોરટ્રેક થવાનો બાકી હતો. આ કામ માટે ગ્રાન્ટ પણ આવી ગઈ હતી. સંબંધિત વિભાગોની મંજૂરીઓ સહીતના વહીવટી અને તાંત્રીક કામો પણ થઈ જતાં તેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
૧૦ વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવનાર પડોશીની કાગડાપીઠ પોલીસે કરી ધરપકડ
ભવનાથ જતાં રસ્તે દામોદર કુંડ સુધી ફોરટ્રેક બની ગયો હતો, પરંતુ દામોદર કુંડની સામે રાજરાજેશ્વર મંદિરની જગ્યા આવતી હોય. જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ફોરટ્રેક બનાવવા ઉપર તરફ જંગલ વિસ્તાર આવતો હતો, તેથી વનવિભાગની મંજૂરી જરૂરી હતી. આ અંગે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને વનવિભાગ દ્વારા પણ મંજૂરી આપી દેવાતાં લાંબા સમયથી વિલંબમાં રહેલી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે તેનું કામ શરૂ થશે.
લોભીયાનો માલ ધુતારા ખાય: ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ
દામોદર કુંડથી ખાખ ચોક સુધીનો ફોર ટ્રેક રૂપીયા 86.13 લાખના ખર્ચે તૈયાર થશે. તે ઉપરાંત 27.82 લાખના ખર્ચે ભવનાથ થી પ્રેરણાધામ જતાં રસ્તે પુલનું નિર્માણ પણ કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશું પંડ્યા, મહામંડલેશ્વર ભારતી બાપુ, શેરનાથજી બાપુ, કમિશ્નર અને ડી.સી.એફ. સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ આગામી એક મહિનામાં રોપવે પણ શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube