અમદાવાદ : હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માત્ર સાત મહિનાની બાળકી પ્રિંસા રાઠોડ પર સર્જરી કરવામાં આવી હતી કારણ કે તેના શરીરમાં નાનું ભ્રુણ જોવા મળ્યું હતું. મેડિકલ ભાષામાં આ સ્થિતિને ‘Fetus in Fetu’(મોટા ભ્રૂણમાં નાનું ભ્રૂણ) કહેવાય છે, જે પાંચમાંથી એક કેસમા ભાગ્યે જ જોવા મળે છે. અત્યાર સુધીમાં મેડિકલ ઈતિહાસમાં આવા કુલ 200 કેસ જ જોવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારની ચિંતા 
છોટા ઉદેપુર પાસેના એક ગામમાં રહેતી મોતિસિંહ રાઠવા અને મનિષા રાઠવાના સાત જ મહિનાની દીકરીના પ્રિંસાને બે મહિના પહેલા પેટમાં મોટી ગાંઠ જેવું ઉપસી આવ્યું હતું. આ જોઈને તેમના માતા-પિતા ગભરાઈ ગયા હતા. ખેતમજૂરી કરતા પિતા સ્થાનિક ડોક્ટર્સને બતાવ્યા પછી તેની સર્જરી માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈ આ્વ્યા હતા. 


પેટમાંથી કઢાયું ભ્રુણ
સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની કાબેલ ટીમે ઓપરેશન કરીને આ ભ્રુણ દૂર કર્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે 130 ગ્રામના ભ્રૂણમાં માથું, કરોડરજ્જુ, લિમ્બ બડ્સ અને એનલ કેવિટી જેવા અવયવો વિકસિત થયા હતા. આ બાળકીના ગર્ભાશયમાંથી આ ગાંઠ દૂર કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2006માં મહારાષ્ટ્રના નાગપુર શહેરના 36 વર્ષીય સંજુ ભગત નામના વ્યક્તિના પેટમાં પ્રમાણમાં મોટી ગર્ભ ગાંઠ અથવા ભ્રૂણ મળી આવ્યું હતું.