ઝી બ્યુરો/રાજકોટ: જો તમે પણ ગૂગલ પરથી નંબર લઈ ફોન કરી કોઈ પણ એપ દ્વારા ઓનલાઈન વસ્તુ અથવા ખાવાની વસ્તુ ઓર્ડર કરતા હોવ તો આ ખબર એકદમ આપના માટે છે, જે આપની આંખો ખોલી દેશે. ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા હવે સાવધાન થઈ જાજો. રાજકોટમાં ઝોમેટો પરથી ઓર્ડર કરતા વાસી છાશ પધરાવી દેવાની એક ઘટના સામે આવી છે. જેમાં છાશ પીને વ્યક્તિની તબિયત ખરાબ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્યોગ જગતમાં ખળભળાટ! ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિને GIDC એ ફટકાર્યો 600 કરોડનો દંડ


અત્યારના સમયમાં ઘરે રસોઇ બનાવવાનો ટાઇમ ના હોય કે બહાર લેવા જવાનો સમય ના હોય ત્યારે ઘણા લોકો ઓનલાઇન ફૂડ મંગાવતા હોય છે, જે અત્યારના સમયમાં ખૂબ જ સામાન્ય છે. પરંતુ રાજકોટમાંથી એક અજીબોગરીબ ઘટના બની છે. ઝોમેટો કે સ્વિગી જેવી એપ પરથી બહારથી ખાવાનું ઓર્ડર કરતાં હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આ ઘટના વાંચ્યા કે સાંભળ્યા પછી તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર પર ઓછો વિશ્વાસ કરવા માંડશો.


સુપ્રિયા સુલેએ ઉદ્ધવ અને કોંગ્રેસને આપ્યું ટેન્શન, અજિત પવાર પાર્ટીના વરિષ્ઠ નેતા


રાજકોટમાં ઝોમેટો એપ્લિકેશન પરથી ઓર્ડર કરેલા ફૂડમાં ગંભીર બેદરકારી સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. રાજકોટમાં એક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યો હતો. જેમાં છાશનો પણ ઓર્ડર આપ્યો હતો. પરંતુ પૈસા પાછળ દોડતા લોકોએ 10 દિવસ પહેલાં એક્સ્પાયર થયેલી છાશ ઓર્ડરમાં આપી દીધી હતી. 14 ઓગસ્ટે એક્સ્પાયર થયેલી છાશ પાર્સલમાં આવતા રાજકોટના એક યુવકની તબિયત ખરાબ થઈ છે. આ ઘટનામાં છાશ પીતાની સાથે જ પ્રકાશ જાદવ નામના વ્યક્તિને ઉલ્ટીઓ થવા લાગી હતી.


ચેતી જજો! સોશિયલ મીડિયામાં ફેમસ થવા બોટનું પ્રમાણ વધ્યું, પણ છે એક મોટો સ્કેમ, જાણો


તમને જણાવી દઈએ કે, રાજકોટના પ્રકાશ જાદવ નામના વ્યક્તિએ પરફેક્ટ આમલેટ નામની રેસ્ટોરાંમાંથી ઝોમેટો મારફતે ઓર્ડર કર્યો હતો. જેમાં આ ગંભીર બેદકારી થઈ હતી. 


રાજ્યના 17 મંત્રાલયો કરતાં વધારે બજેટના વહીવટ માટે રસાકસી, ભાજપમાં ઘમાસાણ