ચેતી જજો! સોશિયલ મીડિયામાં ફેમસ થવા બોટનું પ્રમાણ વધ્યું, પણ છે એક મોટો સ્કેમ, જાણો કેટલું છે ઘાતક

Fake Followers Scam: તમે સોશિયલ મીડિયા પર જે ઇન્ફ્લુએન્સરને ફોલો કરો છો તેમના લાખો ફ્લોવર્સ જોઈ તમને લાગતું હોય આટલી મોટી સંખ્યામાં તેમના ચાહકો છે તો તમને ચેતી જવાની જરૂર છે કારણ કે હાલના દિવસોમાં ફોલોવર્સ અને લાઈક વધારવા માટે બોટનું પ્રમાણ વધી ગયું છે.

ચેતી જજો! સોશિયલ મીડિયામાં ફેમસ થવા બોટનું પ્રમાણ વધ્યું, પણ છે એક મોટો સ્કેમ, જાણો કેટલું છે ઘાતક

ચેતન પટેલ/સુરત: તમે મોટી સંખ્યામાં ફોલોઅર્સ અને લાઈક જોઈને સેલિબ્રિટી કે ઈન્ફ્લુએન્સરને સોશિયલ મીડિયામાં ફોલો કરવા લાગો છો. તો તમારે ચેતી જવાની જરૂર છે કેમકે હાલમાં સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ અને લાઈક વધારવા માટે બોટનું પ્રમાણ વધી ગયું છે. આ એટલા માટે વધી ગયું છે તેની પાછળ લોકો અને સેલિબ્રિટીઓની લાઈક્સ વધારવાની ભૂખ છે. સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ અને લાઈક વધારવાની ઈચ્છા એ હદે તેમના મન પર સવાર થઈ જાય છે કે તેઓ એજન્સી પાસેથી ફેક ફોલોઅર્સ બનાવવાનું પેકેજ લે છે. જેને બોટ કહેવામાં આવે છે.

જોકે આ ફોલોઅર્સ અને લાઈક સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટેડ અને ફેક હોય છે. સુરતમાં કોરોનાકાળ પછી આવા બોટ્સનું પ્રમાણ વધ્યું છે. જે ખરેખર જે-તે વ્યક્તિ માટે ઘણું ઘાતક બની શકે છે. કેમ કે કેટલાંક લોકો ફેક એકાઉન્ટથી તમારા મોબાઈલનો એક્સેસ મેળવી શકે છે અને તમે બ્લેક મેઈલિંગનો શિકાર બની શકો છો. એટલે જો તમે પણ નકલી ફોલોઅર્સ કે લાઈક વધારવા માટે આવા પેકેજનો સહારો લેતાં હોય તો તમારે ચેતી જવાની જરૂર છે.

તમે સોશિયલ મીડિયા પર જે ઇન્ફ્લુએન્સરને ફોલો કરો છો તેમના લાખો ફ્લોવર્સ જોઈ તમને લાગતું હોય આટલી મોટી સંખ્યામાં તેમના ચાહકો છે તો તમને ચેતી જવાની જરૂર છે કારણ કે હાલના દિવસોમાં ફોલોવર્સ અને લાઈક વધારવા માટે બોટનું પ્રમાણ વધી ગયું છે. બોટ્સ એક મોટો સ્કેમ છે જેના થકી લોકોને લાગે છે કે તે ઇન્ફ્લુઅન્સના લાખો ફોલોવરસ છે, જ્યારે વાસ્તવિકતામાં ફોલોવર્સ અને જે લાઇક હોય છે તે સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટેડ અને ફેક હોય છે સુરતમાં હાલ તેનું ચલન વધ્યું છે. બોટસ માટે કંપનીઓ પેકેજ આપે છે અને ખાસ કરીને કોરોના કાળ બાદ તેનું ચલન વધી ગયું છે.

લાખોની સંખ્યામાં ફોલોવર્સ હજારોની સંખ્યામાં લાઈક્સ હાલના દિવસોમાં આની ભૂખ વધી ગઈ છે. કેટલા દિવસોમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં ઈનફ્લુએન્સર બની રહ્યા છે ત્યારે કેટલાક એવા લોકો પણ છે જેમને ફોલોવર્સ અને લાઈકની ઈચ્છા એટલી હદે છે કે તેઓ હાલ એજન્સીઓ પાસેથી ફેક ફોલોવર્સ બનાવવા માટે પેકેજ લેતા હોય છે જેને બોટ્સ કહેવામાં આવે છે. એ સંપૂર્ણ રીતે ફરજી હોય છે કંપની તમે પેકેજ પ્રમાણે કેટલા ફોલોવર્સ જોઈએ તે એકાઉન્ટ બનાવીને આપતું હોય છે અને આ એકાઉન્ટ કોઈ વ્યક્તિ નથી, પરંતુ સ્ક્રિપટેડ સોફ્ટવેરથી ચાલે છે. 

હાલના દિવસોમાં તેનું ચલણ આટલી હદે વધી ગયું છે કે પોતાને સૌથી વધુ ફેમસ બતાવવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. બીજી બાજુ આ ઘાતક પણ છે કેટલાક ફેક એકાઉન્ટ થકી તમારા મોબાઇલના એક્સેસ પણ મેળવી લેતા હોય છે અને તમને બ્લેકમેલિંગના બનાવ માં ફસાઈ પણ જાઓ છો. હાલના દિવસોમાં ખૂબ જ પ્રચલનમાં આવી રહ્યું છે. લોકોને વધારે શોખ હોય છે કે મારી પ્રોફાઈલની અંદર ફોલોવર્સ વધારે હોય અને લોકોને લાઇકસ દેખાય તે આનો ઉપયોગ કરતા હોય છે. 500 રૂપિયામાં પણ તમને 1000 ફોલોવર્સ મળી જાય છે. કેટલાક લોકો 5000 રૂપિયા પણ લેતા હોય છે. 

ફોલોવર્સ પ્રમાણે પેકેજ હોય છે. તમને દરેક પોસ્ટ પર કેટલા લાઇક જોઈએ છે એના પ્રમાણે દેખાતું હોય છે. ખાસ કરીને કોરોના કાર્ડ પછી આ ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યું છે. ઈનફ્લુએ્સરની સંખ્યા વધી છે. બધાને રિલ્સ બનાવીને ફેમસ થવું છે. પૈસા પણ કમાવવા છે અને આવું પણ છે કે હું ફેમસ છું આ માટે આ ટ્રેન્ડમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news