ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં 22૨ જુલાઇની મધરાતે પ્રેરક ઘટના બની. ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દી બ્રેઇનડેડ થતા તેમના પત્નીએ મન મોટું રાખીને હિંમતપૂર્ણ અંગદાન કર્યું. ભાવપૂર્ણ થયેલ આ અંગદાનમાં હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરુણદેવ વિફર્યા! હિમાચલ-દિલ્હી બાદ હવે ગુજરાતનો વારો, જાણો ભયાનક ચેતવણી


સમગ્ર ઘટના એવી બની કે, અમદાવાદના થલતેજ વિસ્તારમાં  રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરીને પરિવારનુ પેટીયું રળતા 43 વર્ષીય રોશનભાઇ પુરોહિતને ૧૭ જુલાઇ એ માર્ગ અકસ્માત નડ્યો. આ માર્ગ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી અને માથાના ભાગમાં પણ ઈજાઓ હતી. જેથી સ્થાનિકજનોએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર માટે લાવીને બિનવારસી તરીકે દાખલ કર્યાં હતાં. ત્યારબાદ પરિવારજનોને પણ રોશનભાઇના અકસ્માત અને સિવિલ હોસ્પિટલમાં દાખલ છે તેની જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા.


થોડાક વરસાદમાં અમદાવાદમાં કેમ પાણી ભરાય છે, એક પત્રથી થયો મોટો ખુલાસો


અહીં હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલ આઇ.સી.યુ. રોશનભાઇને દાખલ કરીને જરુરી સારવાર શરૂ કરવામાં આવી હતી.આમ તો તબીબોની મહેનત અને હોસ્પિટલ તંત્રની સારવાર પરિણામે એક ક્ષણ માટે તો લાગ્યું હતું કે, રોશનભાઇ સાજા થઈ જશે. એવામાં 23 મી જુલાઇના રોજ તેમની કિસ્મતે પલટો માર્યો. યમદૂતે જેમ નક્કી જ કરી લીધું હોય તે પ્રમાણે યમલોકના માર્ગે લઈ જવા વિધાતાએ પણ તમામ તૈયારીઓ કરી દીધી હતી. પરંતુ રોશનભાઇના સલાને પણ સલામ આપવી પડે. સતત 7 દિવસ તેઓ મૃત્યુ ને મ્હાત આપવા લડ્યા.


વરસાદની ઋતુમાં Oily Skin થી છુટકારો મેળવવા અઠવાડિયામાં એકવાર જરૂર લગાવો આ ફેસ માસ્ક


પરંતુ કુદરત સામે કોનું જોર?
અંતે તો પ્રભુને ગમ્યું એ જ થયું. 23 મી જુલાઇ એ તબીબોએ રોશનભાઇને બ્રેઇન ડેડ જાહેર કર્યા. બ્રેઇન ડેડ રોશનભાઇને ધર્મપત્ની એ આ ક્ષણે પરોપકાર ભાવ સાથે હિમંતપૂર્ણ પતિના અંગોનું દાન કર્યુ‌ અને હોસ્પિટલના તબીબોને હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. હૃદય સીમ્સ હોસ્પિટલમાં,લીવર અને બંને કિડની  સિવિલની કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.


એક ભારતીય અબજોપતિએ લંડનમાં ખરીદ્યું સૌથી મોંઘુ ઘર! કિંમત જાણીને તમે પણ ચોંકી જશો


સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશી જ્યારે અંગદાનની પ્રાર્થનામાં પહોંચ્યા ત્યારે તેમના માટે પણ ભાવપૂર્ણ થયેલ આ અંગદાનની ક્ષણ ભાવભીની બની રહી. તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે પુરોહિત પરિવારનું હોસ્પિટલના વડા તરીકે અંગદાન સ્વીકાર્યું. આમ સિવિલ હોસ્પિટલમાં આ 123 મું અંગદાન બની રહ્યું. અત્યારસુધીમાં 123 અંગદાન માં 397 અંગો મળ્યા છે અને 377ને નવી જીંદગી.


સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર આપશે મોટી સહાય, જાણો કોને કેટલાં રૂપિયા મળશે