સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાત સરકાર આપશે મોટી સહાય, જાણો કોને કેટલાં રૂપિયા મળશે
GPSC EXAM : GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ની સહાય અપાશે. કોચિંગ સહાય માટે તા. ૧૭ ઓગષ્ટ ૨૦૨૩ સુધીમાં પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. કારણકે, પરિક્ષાની તૈયારીઓ માટે તેમની સરકાર તરફથી મોટી મદદ પુરી પાડવાનો પ્લાન તૈયાર કરાયો છે. જે અંતર્ગત કોને કોને એનો લાભ મળશે તે પણ નક્કી કરી લેવામાં આવ્યું છે. ખાસ કરીને GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ ૨૦,૦૦૦ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે.
આદિજાતિ યુવક-યુવતીઓ માટે ગુજરાત સરકારે શરૂ કરી નવી સહાય યોજના. આયોજનાથી લાખો વિદ્યાર્થીઓને આપવામાં આવશે મોટી આર્થિક સહાય. રાજ્યના આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓ ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષા પાર કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પરીક્ષાના કોચિંગ-તાલીમ સહાય પેટે એકવાર પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ની રકમ આપવામાં આવશે.
આ કોચિંગ સહાયનો લાભ લેવા માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા. ૧૭ ઓગષ્ટ ૨૦૨૩ સુધીમાં ડી-સેગના પોર્ટલ dsagsahay.gujarat.gov.in પર ઓનલાઇન અરજી-નોંધણી કરવાની રહેશે તેમ,આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, (ડી-સેગ) ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
અનુસૂચિત જનજાતિના સ્નાતકની તથા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડી.બી.ટી. યોજના મારફતે વિદ્યાર્થી દીઠ એક વાર રૂ.૨૦,૦૦૦/- અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછું હોય તે રકમ સીધી ખાતામાં જમા કરાશે.
અરજી પત્રકમાં દર્શાવ્યા મુજબની સંપૂર્ણ વિગત ઓનલાઈન ભરવાની રહેશે તેમજ પોર્ટલ પર પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જરૂરી વિગતો ‘સબમિટ’ કર્યા બાદ અરજદારના મોબાઈલ ઉપર એમ.એમ.એસ દ્વારા રજીસ્ટ્રેશન નંબર જનરેટ થયા બાદ અરજી સબમિટ થયેલી ગણાશે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના કચેરી દ્વારા તથા આદિજાતિ જિલ્લાઓ સિવાયના જિલ્લાઓની અરજીઓ વડી કચેરી દ્વારા નિયમ મુજબ મંજૂર-નામંજૂર કરવામાં આવશે.
કોચિંગ સહાય મેળવવા ઇચ્છુક આદિજાતિના વિદ્યાર્થી જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિયત કરાયેલી ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. આદિજાતિ વિદ્યાર્થી જે જિલ્લામાં કોચિંગ મેળવવા ઇચ્છતો હશે તે જિલ્લાના લક્ષ્યાંક અન્વયે સ્નાતકક્ષાના મેરીટના ધોરણે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે. સહાય માટે વિદ્યાર્થીએ જી.પી.એસ.સી વર્ગ-૧, વર્ગ-રની સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરેલ હોવી જોઇએ. સહાય માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૫.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ તેમ, આ સરકારી યાદીમાં જણાવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે