ભાવીન ત્રિવેદી/જૂનાગઢ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કહી ચૂક્યા છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરી રહી છે. ત્યારે આ હેતુથી જૂનાગઢ સરદાર બાગમાં પ્રાકૃતિક કૃષિ હાટની બજાર શરૂ કરવામા આવી છે. જેમા ખેડૂતોએ ઉપજ કરેલ માલ સામાન સીધો ગ્રાહક સુધી પહોંચે તેવુ આયોજન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓર્ગેનિક ખેતી મોંઘી હોવાથી તેની ખેતપેદાશો પણ મોંઘી હોય છે, જેથી દરેક માણસ સુધી તે પહોંચતા નથી. પરંતુ પ્રાકૃતિક ખેતી કરીને ખેત પેદાશનું ઊત્પાદન સીધુ ગ્રાહક સુઘી પહોંચે તેના માટે જૂનાગઢ સરદાર બાગમાં પ્રાકૃતિક કૃષિ હાટની અમૃત બજાર શરૂ કરવામાં આવી છે. અહીં દર રવિવારે આ બજાર ભરાય છે. જેમા 30 જેટલા ખેડૂતો વગર રસાયણથી ઉપજ કરેલા શાકભાજી, કઠોળ, ઘી, તેલ, દૂધ, છાશ તેમજ ગૌ મૂત્રમાંથી બનાવેલ ચીજ વસ્તુઓનું ગ્રાહક સુઘી વેચાણ થાય તેના માટે આ અમૃત બજાર ભરવામાં આવે છે. જેમા કોઇ વચેટીયા નથી હોતા. ખેડૂત જાતે જ સીધો માલ સામાન વેચે છે. જેનાથી ગ્રાહક અને ખેડૂતને ફાયદો થાય છે. 


આ પણ વાંચો : રાત રંગીન બનાવીને લૂંટેરી દુલ્હન 21 દિવસમાં ફરાર થઈ, વરરાજાને અઢી લાખનો ચૂનો ચોપડ્યો


કોયલી ગામના મહિલા ખેડૂત ભાવનાબેન ત્રાંબડીયા કહે છે કે, આજે જ્યારે જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિ હાટ બજાર ભરાય છે, ત્યારે ગ્રાહકોની પણ ભીડ જૉવા મળે છે અને લોકો વર્ષોથી ઓર્ગેનિક ખેતીથી તૈયાર કરવામાં આવેલ ચીજવસ્તુની ખરીદી કરે છે. ગ્રાહકોના કહેવા મુજબ ઋષિમુનીઓની પરંપરાથી પહેલા પ્રાકૃતિક ખેતી થતી હતી, પરંતુ આજે જે જંતુનાશક દવાથી ખેતી થાય છે તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર જૉવા મળે છે. ત્યારે પ્રાકૃતિક ખેતીથી જે ખાદ્યા સામગ્રીનું ઊત્પાદન થાય છે. તેનો ઉપયોગ શરીર માટે ખુબ ફાયદાકારક છે. આજે રાજ્ય સરકારે જે આ પ્રાકૃતfક કૃષf હાટ બજાર શરૂ કરવામા આવી તે ખુબ સારી વાત છે. 


આ પણ વાંચો : હાર્દિક ક્યારે ભાજપમાં જોડાશે? આખરે તારીખ આવી ગઈ સામે... ZEE 24 કલાક પર જુઓ Exclusive ખબર


જૂનાગઢ જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં પ્રાકૃતfક કૃષf હાટની અમૃત બજાર છેલ્લા ઘણા સમયથી દર રવિવારે શરૂ કરવામાં આવી છે. જેમા જિલ્લાભરના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને જે અનાજ કઠોળ સહીતની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરે છે, જેનો સીધો લાભ ખેડુતને થાય છે. આજે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અન્ય જગ્યાએ જઈને માલ સામાન વેચવા જવાને બદલે એક જગ્યાએ માર્કેટમાં જીવનજરૂરી ચીજ વસ્તુઓ સીધી ગ્રાહક સુઘી પહોંચી જાય છે.