ગત વર્ષ કરતાં અમદાવાદમાં આ વર્ષે કેવો છે ક્રાઈમ રેટ? ક્રાઇમ કોન્ફરન્સમાં રજૂ કરાયો સમગ્ર ચિતાર
શહેરમાં વધુ પડતી ક્રાઈમની ઘટનાઓને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. જે રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે તેમજ ગંભીર ગુનાઓ બની રહ્યા છે આ ઉપરાંત આંગડિયા લૂંટના પણ જે પ્રમાણે બનાવો બન્યા તેને લઈને પણ ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના તમામ પીઆઈ તેમજ તેનાથી ઉપરી અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ સાથે યોજાઈ હતી. શહેરમાં હાલમાં કાયદો અને વ્યવસ્થાની કઈ પ્રમાણેની પરિસ્થિતિ છે તેનો ચિતાર પોલીસ કમિશનર દ્વારા માહીતી મેળવવામાં આવી હતી.
બે દિવસ શાંત...પછી ધોધમાર! વધુ એક સિસ્ટમ શું ગુજરાતને કરશે તહસનહસ! અંબાલાલનો ધડાકો!
શહેરમાં વધુ પડતી ક્રાઈમની ઘટનાઓને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. જે રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે તેમજ ગંભીર ગુનાઓ બની રહ્યા છે આ ઉપરાંત આંગડિયા લૂંટના પણ જે પ્રમાણે બનાવો બન્યા તેને લઈને પણ ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી તો બીજી તરફ અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે પોલીસ કમિશનર આંકડા ની રમત સાથે સબ સલામત હોવાના દાવાઓ કરી રહ્યા છે.
VIDEO: અમદાવાદની ખ્યાતનામ હોટલના સાંભારમાંથી નીકળ્યો વંદો; 5 સ્ટાર હોટલની વાનગી ખાતા
પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો છે તેમજ ગંભીર ગુનાઓમાં પણ ગત વર્ષ કરતાં ઓછા ગુનાઓ નોંધાયા છે. જોકે પોલીસ દ્વારા મોટાભાગના ગુનાઓમાં ફરિયાદ નોધી તાત્કાલિક ડિટેક્શન કરવામાં સફળતા મળી હોવાનું પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. લોકોને અજાણ્યા નંબર પરથી આવતા ફોન તેમજ અલગ અલગ લિંક પર વિશ્વાસ નહીં કરી સાઈબર ક્રાઈમ થી બચવા પણ પોલીસ કમિશનર દ્વારા સલાહ આપવામાં આવી હતી.
આ છે કોંગ્રેસની દારૂવાદી વિચારધારા! પૂર્વ કોર્પોરેટર રસ્તા પર લથડિયા ખાતા ઝડપાયા
આ ઉપરાંત પોલીસ કમિશનર નાં જણાવ્યા મુજબ ગત વર્ષ કરતાં આ વર્ષ ગુનાખોરી ઘટી છે. ઘાડ઼, લૂટ, ચોરી સહિતના ગુનાઓમાં ઘટાડો થયો છે. જોકે છેતરપિંડીનાં કેસોમાં થોડો વધારો જોવા મળ્યો છે. શહેરમાં દર વર્ષે 50 હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે. જેથી અમુક ફરિયાદોમાં ફરિયાદીને કોઈ તકલીફ પડી હોય તો અલગ વાત છે.
પાંચ ઈંચ વરસાદમાં પાટણ પાણી પાણી! આ સોસાયટીઓ ફેરવાઈ બેટમાં! હવે ક્યારે ઓસરશે પાણી?
પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ પોલીસ કમિશનરે ટકોર કરતા જણાવ્યું કે કોઈ પોલીસકર્મીએ લોભ લાલચમાં આવ્યા વગર ભોગબનનારને મદદ કરવી જોઈએ. શહેરમાં બનતી ઘટનાઓ અને લઈને પોલીસ યોગ્ય ઉકેલ લેવા માટે સક્રિય છે જોકે વરસાદ અને કારણે અમુક વિસ્તારના સીસીટીવીઓ બંધ હાલતમાં છે જે પણ આવનારા દિવસોમાં શરૂ કરી દેવામાં આવશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.