સુરતની સુમુલ ડેરી ખાડે, વર્ષે ચુકવે છે 5 કરોડથી પણ વધુ વ્યાજ
સુમુલ ડેરીના વિકાસ માટે લીધેલી રૂ. 1022 કરોડની વિવિધ લોનના કારણે છેલ્લા બે વર્ષમા રૂ. 128 કરોડ વ્યાજ પેટે ચુકવવામાં આવતા પશુપાલકોને મોટો ફટકો પડયો હોવાનો આક્ષેપ કર્યો છે.
ચેતન પટેલ, સુરત: સુમુલ ડેરીના વિકાસ માટે લીધેલી રૂ. 1022 કરોડની વિવિધ લોનના કારણે છેલ્લા બે વર્ષમા રૂ. 128 કરોડ વ્યાજ પેટે ચુકવવામાં આવતા પશુપાલકોને મોટો ફટકો પડયો હોવાનો આક્ષેપ કર્યો છે. લોન પેટે વ્યાજની ચુકવણીની ખાધ પુરી કરવા પશુપાલકોને ફેટનો ભાવ રૂ. 724 ઘટાડી રૂ. 714 કરી દેવામા આવ્યો છે.
વધુમાં વાંચો: કસ્ટમર કેરમાં કોલ કે ફરિયાદ કર્યા પછી તમારી સાથે થઇ શકે છે છેતરપિંડી, જાણો કઇ રીતે
સુરત-તાપી જિલ્લામાં સુમુલના 1 લાખથી વધુ પશુપાલકો છે. જે દરરોજનું દૂધ ભરીને તેની પર જીવન નિર્વાહ ચલાવે છે. સુમુલ ડેરી દ્વારા તાજેતરમા જ સુમુલના સરવૈયામા ઓડીટ રિપોર્ટ સાથે આકડા રજૂ કર્યા છે. તેમા સુમુલ ડેરીના વિકાસ માટે ચેરમેન રાજુ પાઠક દ્વારા કેટલ લોન રૂ. 167 કરોડ, શોર્ટ ટન લોન રૂ. 346 કરોડ તથા રૂ. 509 કરોડની ટર્મ લોન મળી કુલ રૂ. 1022 કરોડની આડેધડ લોન લઇ લેવામા આવી હતી.
વધુમાં વાંચો: અલ્પેશ ઠાકોરની ભાજપ નેતા સાથે સેલ્ફી બની ચર્ચાનો વિષય, કોંગ્રેસ પણ હરકતમાં આવ્યું
વર્ષ 2014 સુધી સુમુલ ડેરીને માત્ર રૂ. 100 કરોડની લોન હતી. જો કે રાજુ પાઠક ચેરમેન તરીકે આવતા સીધી જ આ લોન એક હજાર કરોડને પાર થઇ ગઇ હતી. વ્યાજ પેટે ચાલુ વર્ષે રૂ. 64 કરોડ અને આવતા વર્ષે રૂ. 94 કરોડનું વ્યાજ ચુકવવું પડશે તેવો અંદાજ બોર્ડની મિટીંગમા મુકવામા આવ્યો હતો. રાજુ પાઠક દ્વારા મધ અને બેકરીના આડેધડ પ્લાન કરી કરોડો રુપિયાનું રોકાણ કરી દેવામા આવ્યુ છે.
વધુમાં વાંચો: મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો
જે પ્લાન્ટની ખોટની ખાધ પુરવા માટે પશુપાલકોને દુધના ફેટના ભાવ રૂ. 724થી ઘટાડી રૂ. 714 કરી દેવામા આવ્યા છે. છેલ્લા 24 વર્ષમા પહેલી વાર દુધના ફેટના ભાવમા રુ 10નો ઘટાડો કરવામા આવ્યો છે. કિલો દીઠ ફેટનો ભાવ ઓછો આપતા પશુપાલકોને રુ 30 કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ જે રીતે પશુપાલકોને કરોડો રૂપિયાની ખોટ જઇ રહી છે. જેને પગલે ડિરેકટરો દ્વારા પણ આ વાતને લઇને બોર્ડની મિટિંગમા હોબાળો કરવામા આવ્યો હતો.
જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...