અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસી  (Asaduddin Owaisi) ની પાર્ટી AIMIM ની પણ એન્ટ્રી થઈ છે. આજે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી ગુજરાતના પ્રવાસે હતા. તેમણે ભરૂચ બાદ અમદાવાદમાં ચૂંટણી સભા યોજી હતી. આ સભામાં તેમણે ભાષણ આપતા ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે 2002ને પણ યાદ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓવૈસીએ સાબરમતિ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે, અમે ગુજરાતમાં પોતાના રાજકીય સફરની શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ. ખુદાને ખબર છે કે અમારા મનમાં શું છે, અમને વિશ્વાસ છે કે અલ્લાહ અમને મદદ કરશે. તેમણે કહ્યું કે, આ સફર માત્ર ચૂંટણી માટે નથી. અલ્લાહ ઈચ્છશે તો મજલિશ દુનિયાના અંત સુધી ગુજરાતમાં રહેશે. તેમણે કહ્યું કે, હું અહીં મારા માટે આવ્યો નથી. હું જમાતના બાળકો અને માતાઓ માટે અહીં આવ્યો છું. 


આ પણ વાંચોઃ આ મોદી-શાહનું નહીં, મહાત્મા ગાંધીનું ગુજરાત છે, ભરૂચમાં પોતાની પ્રથમ રેલીમાં બોલ્યા Asaduddin Owaisi


ઓવૈસીએ લોકોને કહ્યું કે, તમારે યાદ કરવાની જરૂર છે કે છેલ્લા 70 વર્ષમાં તમને શું મળ્યું. રાજકીય પાર્ટીઓએ તેમને શું આપ્યું છે. અમારી ઈચ્છા અહીં લોકોને એક સારો વિકલ્પ આપવાની છે. તો તેમણે ભાજપ, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મહત્વનું છે કે ઓવૈસીએ ગુજરાતમાં છોટુ વસાવાની પાર્ટી બીટીપી સાથે ગઠબંધન કર્યુ છે. તેમણે કહ્યુ કે, આગામી સમયમાં અમારા ધારાસભ્ય પણ વિધાનસભામાં જોવા મળશે. 


2002નો પણ કર્યો ઉલ્લેખ
ઓવૈસીએ સભામાં સંબોધન કરતા ગુજરાતમાં 2002મા થયેલા તોફાનોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, લોકો કહે છે કે હું ફક્ત ચૂંટણી માટે આવ્યો છું. ઓવૈસીએ કહ્યુ કે, હું 2002મા 25 તબીબો સાથે 50 લાખની દવા લઈને આવ્યો હતો. શાહ આલમ દરગાહ સાથે અમે મેડિકલ કેમ્પ લગાવ્યો હતો. દરગાહમાં 10 હજાર લોકો રહેતા હતા. જેણે પોતાનું બધુ ગુમાવી દીધુ હતું. તેમણે તત્કાલીન ગુજરાત સરકાર પર આરોપ લગાવતા કહ્યુ કે, તેમણે ત્યારે એક્સપાયરી ડેટ વાળી દવાઓ આપી હતી. તે સમયનો નજારો હજુ પણ યાદ છે. આ સાથે તેમણે આદિવાસી અને મુસ્લિમનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, જ્યાં સુધી તમારી પાસે રાજકીય તાકાત નહીં હોય ત્યાં સુધી આગળ વધી શકશો નહીં. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube