Padma Awards: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર આ વર્ષે આપવામાં આવનારા પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરી દેવામાં આવે છે. તેમાં વિવિધ ક્ષેત્રના મહત્વના યોગદાન આપનારી હસ્તીઓના નામ સામેલ છે. આ વર્ષે 33 વિભૂતિઓને પદ્મશ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને પદ્મશ્રી મળશે. વલસાડના ડૉ. યેઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રી મળશે. વલસાડના ડૉ. યેઝદી માણેકશા ઈટાલિયાએ સીકલ સેલ નામની બિમારી નાથવા માટે કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ધારાસભ્યો પણ છે લાઈનમાં! જો આમ થયું તો...., શું છે ગુજરાતમાં BJPનું ઓપરેશન લોટસ?


કોણ છે ડૉ. યેઝદી માણેકશા ઈટાલિ?
પ્રધાનમંત્રી પહેલાથી વલસાડ જિલ્લાના આદિવાસીઓનો વિચાર કરતા હતા. જેને લઈને આદિવાસીઓના હીટ માટેનો રાજ્યમનો સિકલ સેલનો પ્રથમ પ્રોજેકટ ડો.યઝદી ઇટાલિયાએ મુક્યો ત્યારે પ્રતિભાશાળી નરેન્દ્ર મોદીજી આદિવાસી ઓના આ પ્રોજેક્ટથી ખૂબ પ્રભાવતી થયા હતા. સિકલસેલના પ્રોજેકટ માટે ઝીણવટ ભરી નાની મોટી વાતો ઉપર ચર્ચા ઓ કરવામાં આવી હતી. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયા અને સેલસેલ ડિજિસથી બચાવવા તેમની તપાસ થવી જરૂરી હતી. 


'મારી દીકરી પાછી નહીં આવે...આરોપીઓને જામીન ન મળવા જોઈએ', પીડિતો હાઈકોર્ટ પહોંચ્યા


મોદી અને ઇટાલીયા વચ્ચે ઘણી વખત મુલાકાતો થતી રહેતે હતી. દરેક વખતે સિકલ સેલમાં આદિવાસીઓને બચાવવા હજુ કેટલી કામગીરી કરી શકાય તેમ છે. વગેરે ઝીણવટ ભરી વાતો તે પૂછતાં રહેતા. રાજ્યના આદિવાસી લોકોને સિકલ સેલથી બચાવવા આદિવાસી વિસ્તરોમાં સિકલસેલ માટે મોટી સંખ્યામાં એકસાથે ચકાસણી કરવામાં આવી હતી. ગરીબ કલ્યાણ યોજના વખતે દરેક જગ્યાએ સિલક સેલની જાગૃતિના સ્ટોલ લગાવતા અને મુલાકાત દરમિયાન સિકલસેલ દર્દીઓ માટે હજુ કેટલું સારું કામ થઈ શકે તે માટે જાણકારી મેળવતા હતા.


ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પરિણામ જાહેર, ફટાફટ આ વેબસાઈટ પર જઈને ચેક કરો...


મોદીજી PM બન્યા બાદ સિકલસેક પ્રોજેકટને વધુ વેગ આપીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રોજેકટ તરીકે સામેલ પણ કર્યો છે. આદિવાસી વિસ્તારમાં રહેતા સિકલસેલ ડિજિસ અને સિકલસેલ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી રહી છે. વલસાડમાં રાજ્ય કક્ષાની 26મી જાન્યુઅરીના ઉજવણીના એક કાર્યક્રમમાં વલસાડ રત્ન તરીકે મોદીજીના હસ્તે એવોડ આપવામાં આવ્યો હતો. ત્યારે મોદીજીએ ડો યઝદી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હજુ આપણે આદિવાસી વિસ્તારના વિકાસ માટે ઘણા કામો કરવાના છે.


ઐતિહાસિક નિર્ણય; આ વર્ગ માટે સરકારી નોકરીઓમાં બખ્ખાં! ઓજસ પર વિકલ્પ અપાશે


નોંધનીય છે કે, પદ્મ પુરસ્કાર ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન બાદ સૌથી મહત્વનું સન્માન છે. જેણે ત્રણ શ્રેણીમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી તરીકે આપવામાં આવે છે. પદ્મ સન્માનની શરુઆત 1954માં ભારત સરકારે કરી હતી. વર્ષ 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ નામ આપવામાં આવ્યું. ત્યારથી તે સિલસિલો ચાલું છે.


આ દિગ્ગજ ઉદ્યોગપતિએ પોતાના પુત્રનો ભેટમાં આપ્યા 1 કરોડ શેર, જાણો કેટલી છે કિંમત