'મારી દીકરી પાછી નહીં આવે...એકપણ આરોપીને જામીન ન મળવા જોઈએ', બોટ દુર્ઘટનાના પીડિતો HC પહોંચ્યા
29 જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટમાં બોટકાંડ મુદ્દે સુનાવણી છે. ઉપરાંત વડોદરા બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં પણ રિટ પિટિશન દાખલ કરી છે. આજે પીડિત પરિવારના 13 લોકો ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ ઉત્કર્ષ દવેને મળવા આવ્યા હતા.
Trending Photos
Vadodara Boat Tragedy : વડોદરામાં 18 જાન્યુઆરીએ હરણી મોટનાથ તળાવમાં કેપેસિટી કરતા વધુ લોકોને બેસાડતા બોટે પલટી મારી હતી. જેમાં 12 ભૂલકાઓ સહિત બે શિક્ષિકાઓના મોત થયા હતા. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પિટિશન હાથ ધરીને ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.
29 જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટમાં બોટકાંડ મુદ્દે સુનાવણી છે. ઉપરાંત વડોદરા બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં પણ રિટ પિટિશન દાખલ કરી છે. આજે પીડિત પરિવારના 13 લોકો ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ ઉત્કર્ષ દવેને મળવા આવ્યા હતા. જેમાં એક માતાએ રડતાં રડતાં વિલાપ કર્યો હતો અને જણાવ્યું હતું કે ‘મારી દીકરી પાછી નહીં આવે, મને ન્યાય આપો, એકપણ આરોપીને જામીન ન મળવા જોઈએ.
નોંધનીય છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, હવે આ ઘટનાના પડઘા ગુજરાત હાઈકોર્ટ સુધી પડ્યા છે. ગુજરાત હાઇકોર્ટે ઘટનાના અહેવાલ મંગાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટના વકીલ એસો. ઘટનાના અહેવાલ રજૂ કરે. અહેવાલને આધારે સુઓમોટો લેવાશે.
વડોદરા દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો.ની હાઇકોર્ટમાં માંગ ઉઠી હતી. જેમાં પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો લેવા રજૂઆત કરાઈ હતી. વડોદરાની ગોઝારી ઘટનામાં બેદરકારી ભર્યા વલણ મુદે હાઇકોર્ટ સુઓમોટો દાખલ કરે તેવી રજૂઆત કરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટને સુઓમોટો દાખલ કરવા ગુજરાત હાઇકોર્ટના વકીલ એસો દ્વારા રજુઆત કરાઈ હતી.
વડોદરા દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં અહેવાલ સહિતના ડોક્યુમેન્ટ્સ માંગ્યા. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે