બનાસકાંઠા : જિલ્લાની પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો છે. છેલ્લા 17 દિવસથી સિવિલમાં દાખલ કોરોનાગ્રસ્ત આરોપી શૌચાલય જવાનું કહી શૌચાલયની બારીની ગ્રીલ તોડી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ છે. એક બાજુ ક્રિમિનલ વ્યક્તિના સમાજમાં ફરવાનો ડર અને બીજી બાજુ કોરોનાના સુપર સ્પ્રેડર તરીકે તેના ફરતા રહેવાના ડરના કારણે પોલીસ બમણી ઉપાધીમાં મુકાઇ છે. પાલનપુર પોલીસ મથકનો એક આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની રસી માટે કેવી રીતે થશે નોંધણી? રસી લેવા માટેની સમગ્ર પ્રક્રિયા જાણો

જેમાં ઇસ્માઇલ સુમરા નામના વ્યક્તિને પોલીસે બે મહિના અગાઉ ચોરીના ગુન્હામાં અટકાયત કરી હતી. આરોપીને કોરોના પોઝિટિવ આવતા જ 17 દિવસથી પાલનપુર કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતો. જો કે તે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે જ તે ફરાર થઇ ગયો હતો. રાત્રે શૌચાલય જઇ રહ્યો છે તેવું બહાનું કરીને તે બારીની ગ્રીલ તોડીને ફરાર થઇ ગયો હતો. બીજી તરફ લાંબા સમય સુધી આરોપી બહાર નહી આવતા પોલીસ કર્મચારીએ તપાસ કરી તો બારીની ગ્રીલ તુટેલી હતી. 


રાધનપુર હાઇવે પર ઉભેલી ટ્રકમાં ગાડી ઘુસી ગઇ, એક જ પરિવારનાં 3 લોકોનાં પ્રાણ પંખેરૂ ઉડી ગયા

જેના પગલે સ્થાનિક પોલીસને જાણ કરતા પાલનપુર આવી પહોંચી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુર સિવિલ હોસ્પિટલ આરોપીઓમાં ભાગવા માટે ફેવરેટ છે. છ મહિના અગાઉ પણ એક આરોપી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. જો કે બીજી તરફ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો કેદી સામે વધારે એક ગુનો દાખલ કરીને પોલીસે તપાસ આદરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube