રાધનપુર હાઇવે પર ઉભેલી ટ્રકમાં ગાડી ઘુસી ગઇ, એક જ પરિવારનાં 3 લોકોનાં પ્રાણ પંખેરૂ ઉડી ગયા

સામખીયાળી-રાધનપુર હાઇવે પર આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં બેઠેલા એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મોરબીના કેમિસ્ટ એસોસિએશનનાં પ્રમુખ કિરણ મહેશ્વરીના મોટા ભાઇ સહિત ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં છે. મહેશ્વરી પરિવારનાં ત્રણ સભ્યોનાં મોતને પગલે સમાજ અને કેમિસ્ટ એસોસિએશનમાં શોકની લાગણી ફેલાઇ છે. 
રાધનપુર હાઇવે પર ઉભેલી ટ્રકમાં ગાડી ઘુસી ગઇ, એક જ પરિવારનાં 3 લોકોનાં પ્રાણ પંખેરૂ ઉડી ગયા

રાજકોટ : સામખીયાળી-રાધનપુર હાઇવે પર આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં બેઠેલા એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મોરબીના કેમિસ્ટ એસોસિએશનનાં પ્રમુખ કિરણ મહેશ્વરીના મોટા ભાઇ સહિત ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં છે. મહેશ્વરી પરિવારનાં ત્રણ સભ્યોનાં મોતને પગલે સમાજ અને કેમિસ્ટ એસોસિએશનમાં શોકની લાગણી ફેલાઇ છે. 

અકસ્માત અંગે આડેસર પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે ગાંગોદરગ ધાણીથર હાઇવે પર ઉભી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીમાં રહેતા એક જ પરિવારનાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. જો કે સૌથી મહત્વની બાબત હતી કે, ઉભેલા ટ્રકમાં આ કાર પાછળથી ઘુસી ગઇ હતી. સ્વિફટ કાર નંબર GJ12AK1763 માં રહેલ મોરબીનાં કેમિસ્ટ એસોસિએશનનાં પ્રમુખ કિરણભાઇ મહેશ્વરી તેમજ તેના પત્ની રેખાબેનનું દુર્ઘટનમાં મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મોરબીમાં મહેશ્વરી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર્ટ નામની દુકાન ધરાવે છે. 

દુર્ઘટનામાં જયંતીલાલ મહેશ્વરી કેલા (ઉ.વ 59), લજપતરાય મોતીરામ મહેશ્વરી કેલા (ઉ.વ 65) તેમજ રેખાબેન મહેશ્વરીને ગંભીર સ્થિતીમાં લાકડિયા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત વહેલી સવારે થયો હતો. ઉભેલા ટ્રક નંબર GJ12BW6978 માં કાર પાછળથી ઘુસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીનો ખુડદો બોલી ગયો હતો. તમામને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે ખસેડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news