Corona Vaccine: કોરોનાની રસી માટે કેવી રીતે થશે નોંધણી? રસી લેવા માટેની સમગ્ર પ્રક્રિયા જાણો

કોરોનાની રસી માટે ભારત સરકારે સ્પેશિયલ ડેશ બોર્ડ તૈયાર કર્યું છે. એ ડેશ બોર્ડ પર તમામ લોકોની નોંધણી કરવામાં આવશે. જેની નોંધણી થઈ હશે તેને જ રસી અપાશે. આગામી 6 મહિનામાં દરેકને વેક્સીન આપવાનો સરકારનો લક્ષ્યાંક છે.

Corona Vaccine: કોરોનાની રસી માટે કેવી રીતે થશે નોંધણી? રસી લેવા માટેની સમગ્ર પ્રક્રિયા જાણો

ઝી બ્યૂરો, અમદવાદઃ UNICEF, PDPU અને ગુજરાત મીડિયા ક્લબ(GMC)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં કોવિડ વર્કશોપમાં યોજાયો. જેમાં નિષ્ણાંતોએ કોરોનાના વેક્સીનેશન અંગે વિગતવાર માહિતી આપી. ગુજરાત સરકારે કોરોનાના રસીકરણના મહાઅભિયાન માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આ અંગે WHOના ગુજરાતના મેડિકલ ઓફિસર ડો.ચિરાગ વાલિયાએ જણાવ્યું હતુંકે, સૌથી પહેલાં ડોર ટૂ ડોર વેક્સીન માટેનો સર્વે હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ વેક્સીનેશનનો તમામ સર્વે ડિજિટલી પોર્ટલ પર મેનેજ કરવામાં આવશે.

Covid 19 vaccine: Centre issues guidelines for vaccination drive | 12 photo  IDs, registration on Co-Win app and more | everything you must know | Zee  Business

આશા વર્કર બહેનો, આંગળવાડીનો સ્ટાર, કોર્પોરેશનનો સ્ટાફ અથવા અન્ય મેડીકલ સ્ટાફની મદદથી આ સર્વેની કામગીરી કરવામાં આવશે. વેક્સીનેશનના મહાઅભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે સ્થાનિક નેતાઓ અને જાહેર જીવનના જાણીતા ચહેરાઓની પણ મદદ લેવામાં આવશે. જેમાં તમારે તમારા ઘરમાં રહેતાં સભ્યો અંગેની માહિતી આપવાની રહેશે. પહેલાં તબક્કામાં હેલ્થકેર વર્ક્સ અને બીજા તબક્કામાં અન્ય ફ્રન્ટલાઈન વર્ક્સને વેક્સીન અપાયા બાદ ત્રીજા ફેઝમાં 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને અન્ય કોમોર્બિલીટી એટલેકે, અન્ય રોગોથી પીડાતા લોકોનેનું પહેલાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. 

કોરોનાની રસી ક્યારે આવશે? સૌથી પહેલાં કોને અપાશે? બાળકોને ક્યારે અપાશે? અને રસી લીધાં પછી શું સાવચેતી રાખવી? જાણો

ગુજરાતના વેક્સીનેશનના સ્ટેટ કોર્ડિનેટર ડો.નયન જાનીએ જણાવ્યુંકે, વેક્સીન રાખવા માટે ગુજરાત સરકારે ખાસ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં 22 હજાર કોલ્ડ ચેન પોઈન્ટ છે. 33 જિલ્લા અને 8 મહાનગરોમાં વેક્સીન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. ડોર ટૂ ડોર સર્વેમાં જેની નોંધણી રહી ગઈ હોય તે સરકારે તૈયાર કરેલાં કોવિડના ડેશ બોર્ડ પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આગામી 6 મહિનામાં દરેકને વેક્સીન આપવાનો સરકારનો લક્ષ્યાંક છે.

રસી માટે કેવી રીતે કરવામાં આવશે નોંધણી?
કોરોનાની રસી માટે ડોર ટૂ ડોર સર્વે થશે. જેમાં તમારે પોતાનું ઓળખનું પ્રમાણપત્ર, પુરુ સરનામું અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેના આધારે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. રસીકરણ સમયે તમારે તમે આપેલો ઓળખનો પુરાવો ખાસ રજૂ કરવાનો રહેશે. 

Vaccine - Latest News on Vaccine | Read Breaking News on Zee News

કેવી રીતે થશે રસી માટેના સ્થળ અને સમયની જાણ?
તંત્ર દ્વારા કોરોનાની રસી માટે જેનું રજિસ્ટ્રેશન કરાશે તેનો આખોય ડેટાબેઝ તૈયાર રાખવામાં આવશે. આ ડેઝાબેઝના આધારે તેમના મોબાઈલ નંબર પર SMS કરીને કોરોનાની વેક્સીનેશન માટેનું સ્થળ અને સમય જણાવવામાં આવશે. રસીના બન્ને ડોઝ સમયે આજ રીતે તમને જાણ કરવામાં આવશે. બે ડોઝ અપાઈ ગયા બાદ તમારા મોબાઈલમાં જ તમને વેક્સીનેશન પુરુ થયું હોવાનું સર્ટી આપવામાં આવશે.

Corona Update: નવા વર્ષમાં કોરોનાથી છૂટકારો મળવાના પ્રબળ સંકેત, લેટેસ્ટ અપડેટ ખાસ જાણો

Centre develops Co WIN app to self register for COVID 19 vaccine-ANI - BW  Businessworld

CO-WIN ડેશ બોર્ડ પર થશે રજિસ્ટ્રેશન
ભારત સરકારે કોરોનાની વેક્સીનના રજિસ્ટ્રેશન માટે CO-WIN ડેશ બોર્ડ તૈયાર કરાવ્યું છે. જેમાં કોરોને ક્યારે રસી અપાઈ અને કોને રસી આપવાની બાકી છે તેનો તમામ ડેટા સ્ટોર કરવામાં આવશે. વેક્સીન લેનાર લાભાર્થીનો તમામ ટ્રેક રેકોર્ડ ડેશબોર્ડમાં રાખવામાં આવશે.

UNICEF ગુજરાત સરકારને શું મદદ કરશે?
કોરોનાના રસીકરણના મહાઅભિયાને પાર પાડવામાં UNICEF પણ ગુજરાત સરકારની મદદ કરી રહ્યું છે. આ અભિયાનને સરળતાથી આગળ ધપાવવા માટે વેક્સીન જ્યારે ગુજરાતમાં લવાશે ત્યારે તેને સાચવવા માટે UNICEF બે વોકિંગ કુલર અને એક વોકિંગ ફ્રિઝર આપશે. જેનાથી સરળતા પૂર્વક વેક્સીનને સાચવીને એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાંસફર કરી શકાશે. 

આટલી જલદી વેક્સીનને કેવી રીતે મળે છે મંજૂરી?
સામાન્ય રીતે કોઈપણ વેક્સીનની ટ્રાયલ રન અને ત્યાર બાદ ફાઈનલ પ્રોડક્ટ તરીકે તેની મંજૂરી માટે 5 થી 10વર્ષ જેટલો સમય લાગી જતો હોય છે. ત્યારે દરેકના મનમાં એ સવાલ છેકે, આટલી ઝડપથી વેક્સીનને મંજૂરી કઈ રીતે અપાઈ રહી છે. આના જવાબમાં UNICEF ગુજરાતના હેલ્થ ઓફિસર ડો.સરવણે જણાવ્યુંકે, વેક્સીનની ટ્રાયલ પ્રોસેસમાં કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવતી નથી. તમામા પેરામીટર પર સચોટ સાબિત થયા બાદ જ મંજૂરી અપાય છે. જોકે, મહામારીને કારણે અગાઉ મંજૂરી લેવામાં જે એડમીનીસ્ટ્રેટિવ પ્રોસેસમાં સમય લાગતો હતો તેને ઝડપી બનાવાયો છે. અને એસ્ટ્રા સ્ટાફને કામે લગાવીને આ પ્રોસેસ કરાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news