આ કિસ્સો સાંભળ્યા પછી તમારું હૃદય એક ધબકારો તો ચુકી જશે! ટ્રીપલ મર્ડરની ચોંકાવનારી ઘટના
ગત 26 ઓગષ્ટના રોજ એક અર્ધનગ્ન પુરુષનો મૃતદેહ દાઝેલી હાલતમાં સ્મશાન પાસે પડેલો મળી આવ્યો હતો. મૃતદેહ ની સ્થિતિ જોતા તેના ગળા અને શરીરના કેટલાક ભાગે ધારદાર હથિયારના ઘાના નિશાન હતા. જેથી તે હત્યા કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
ઝી બ્યુરો/પંચમહાલ: લગ્નેતર સંબંધોના કરુણ અને ભયાનક અંજામનો એક કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે. જે જોઈ આપનું હૈયું કંપી ઉઠશે. આ કિસ્સો સાંભળ્યા અને જોયા પછી તમારું હ્યદય એક ધબકારો ચુકી જશે. શુ છે આખરે આ હ્યદય કંપાવનારી હૃદય દ્રાવક ઘટના?
વાત છે પંચમહાલના હાલોલ તાલુકાના દુનિયા ગામની. જ્યાં ગત 26 ઓગષ્ટના રોજ એક અર્ધનગ્ન પુરુષનો મૃતદેહ દાઝેલી હાલતમાં સ્મશાન પાસે પડેલો મળી આવ્યો હતો. મૃતદેહ ની સ્થિતિ જોતા તેના ગળા અને શરીરના કેટલાક ભાગે ધારદાર હથિયારના ઘાના નિશાન હતા. જેથી તે હત્યા કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહની ઓળખ કરી તો જાણવા મળ્યું કે તે મૃતદેહ દિલીપ ગોહિલ નામના વ્યક્તિનો છે. પોલીસે જયારે મૃતક દિલીપના ઘર તરફ સંપર્કનો પ્રયાસ કર્યો તો પોલીસ ચોંકી ઉઠી કારણ કે પોલીસને જાણવા મળ્યું કે મૃતક દિલીપના પત્ની અને દીકરી ગંભીર રીતે દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હતા. દિલીપ ભાઈનો મૃતદેહ પણ દાઝેલી હાલતમાં મળી આવ્યો હતો! બીજી તરફ તેની પત્ની અને દીકરી પણ દાઝેલા હતા એટલે પોલીસ માટે હવે કોયડો ઉકેલવો અઘરો બની ગયો હતો કે આખરે એક સાથે એક જ પરિવારના ત્રણ વ્યક્તિ કેવી રીતે દાઝ્યા અને હત્યાને આખરે કોણે અંજામ આપ્યો?
સટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે મારામારી
પોલીસ આખા મામલા સમજે એ પહેલાં જ સમાચાર મળ્યા કે મૃતક દિલીપ ગોહિલના પત્ની સજ્જન બેન જેઓ ગંભીર રીતે દાઝેલી હાલતમાં વડોદરા ખાતે સારવાર હેઠળ હતા તેમનું સારવાર દરમ્યાન જ મોત થઈ ગયું છે. હાલોલ પોલીસ ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક મૃતક દિલીપ ગોહિલની દીકરી ભૂમિ જે પણ વડોદરા ખાતે સારવાર હેઠળ હતી. તેનું નિવેદન લેવા વડોદરા ખાતે પહોંચી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે ભૂમિ પણ પોતાના અંતિમ શ્વાસ લઈ રહી હતી અને તેને ડેથ ડિકલેરેશન આપતા પોલીસ સમક્ષ જે ખુલાસો કર્યો તે સાંભળી પોલીસ સહિત ત્યાં ઉપસ્થિત મેડિકલ સ્ટાફના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભૂમિએ પોલીસને કહ્યું કે, અમને અમારા પિતા દિલીપભાઈ એ જ કોઈક જ્વલનશીલ પ્રવાહી છાટી અડધી રાત્રે સળગાવી દીધા હતા. એવું તેની માતા સજ્જન બેને પોતાના અંતિમ શ્વાસે જણાવ્યું હતું. પોલીસ વધુ કઈ પૂછપરછ કરી શકે એ પહેલાં જ 22 વર્ષીય ભૂમિ એ પણ પોતાની જીવન લીલા સંકેલી લીધી. હવે પોલીસ માટે આ આખા મામલાને સમજવો ખૂબ કઠિન અને ગૂંચવણ ભર્યો થઈ ગયો હતો.
પક્ષીજગતમાં અનોખી ઘટના! કચ્છમાં જ જોવા મળતા પક્ષી જામનગરમાં જોવા મળતા અનેરો ઉત્સાહ
એક સાથે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના અપમૃત્યુ થતા હવે આ સમગ્ર મામલાની તપાસમાં હાલોલ પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ જોડાઈ હતી. તપાસ ટીમોએ સૌ પ્રથમ તો મૃતક દિલીપ ગોહિલના ભાઈનો સંપર્ક કરી દિલીપ ભાઈના મૃતદેહની ઓળખ સહિત અન્ય કેટલીક કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી, જેમાં પોલીસને જાણવા મળ્યું કે, મૃતક દિલીપ કાલોલ તાલુકાના બાકરોલ ગામના રહેવાસી હતો અને તેને પત્ની પ્રસન્ન બેન અને એક પુત્ર હતો. જે પુત્રનું 4 વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પત્ની પ્રસન્ન સાથે દિલીપને અવાર નવાર માથાકૂટ થતી હતી. દિલીપ પોતાના જ બાકરોલ ગામના કુટુંબની અન્ય પરણીતા સજ્જન સાથે પ્રેમમાં હતો. પુત્રના મૃત્યુ બાદ દિલીપ સજ્જનને તેની બે દીકરીઓ સાથે લઈને ભાગી ગયો હતો. ઘરથી ભાગી દિલીપ અને સજ્જન પ્રેમ સંબંધમાં તેની બે પુત્રીઓ સાથે હાલોલ ખાતે છેલ્લા પાંચેક વર્ષ ઉપરાંત ના સમયથી રહેતો હતો. જે પ્રેમ સંબંધ સ્વરૂપે દિલીપ અને સજ્જનને ત્રીજી દીકરીનો પણ જન્મ થયો હતો.
ચેતજો! ગુજરાતમાં ફરી ક્યાં સુધી લંબાયો ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ, શું થઈ જાહેરાત
હાલોલના દુનિયા ખાતે પોતાની પ્રેમિકા સજ્જન અને તેની ત્રણ પુત્રીઓ સાથે રહેતા દિલીપ ગોહિલ સ્વભાવે ખૂબ વ્હેમિલો હોઈ સજ્જનબેન ને તેની સાથે અનેકવાર બોલબોલી થતી હતી.સજ્જન અને તેની દીકરીઓ ના ચારિત્ર્ય પર દિલીપ હંમેશા શંકાની નજરે જ જોતો. જેથી ગત 26 ઓગષ્ટની રાત્રે દિલીપે સજ્જન અને તેની સાથે ઘર માં સુઈ રહેલી ૨૨ વર્ષીય પુત્રી ભૂમિ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધાનો ચોંકાવનારું નિવેદન ભૂમિએ મરણ પથારીથી પોલીસને આપ્યું.
લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; 'વસ્ત્રમ પ્રોજેક્ટ' આખરે રંગ લાવ્યો!
ભૂમિના નિવેદન ને આધારે પોલીસે સૌ પ્રથમ તો મૃતક દિલીપ ગોહિલ સામે સજ્જન અને ભૂમિ ને સળગાવી હત્યા કરવા સંદર્ભે હત્યાનો ગુન્હો નોંધ્યો છે. તો બીજી તરફ દિલીપ ગોહિલના ભાઈએ પોલીસને આપેલ નિવેદન અને અરજી તેમજ દિલીપ ગોહિલ ની ડેડ બોડી અને પીએમ રિપોર્ટના આધારે કોઈ અજાણ્યા શખ્સ સામે દિલીપ ગોહિલની હત્યાનો ગુન્હો નોંધી દિલીપ ગોહિલની હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જોકે પોલીસે દુનિયા ગામના દિલીપ ગોહિલના ઘરના 26 ઓગષ્ટની રાત્રીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા દિલીપ ગોહિલ દાઝેલી હાલતમાં ઘર બહાર નીકળી સ્મશાન રોડ તરફ જતા સ્પષ્ટ જોવા મળે છે. જેથી હવે દિલીપ ગોહિલની હત્યાનો ભેદ ભારે રહસ્યો સર્જી રહ્યો છે. પંચમહાલ પોલીસ હાલ આ અજુગતી લાગતી હત્યાના ગુન્હાને ઉકેલવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.