મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; 'વસ્ત્રમ પ્રોજેક્ટ' આખરે રંગ લાવ્યો!

મહેસાણા શહેરની બાજુનું જ ગામ છે લાખવડ જ્યાં વડ વૃક્ષો મન મોહી લે તેવા છે અને આ વડ વૃક્ષોની હરિયાળી વચ્ચે આવેલી છે લાખવડ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા.જ્યાં આજે વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકોમાં તેમજ દાતાઓમાં એક પ્રવૃત્તિ લોકપ્રિય અને પ્રસંશનીય બનેલી છે.

 મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; 'વસ્ત્રમ પ્રોજેક્ટ' આખરે રંગ લાવ્યો!

તેજસ દવે/મહેસાણા: મહેસાણા નજીક આવેલ લાખવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાએ અનોખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. આ પ્રોજેક્ટનું નામ વસ્ત્રમ પ્રોજેક્ટ છે નામ સાંભળી નવાઈ લાગશે કારણ કે આ પ્રોજેક્ટ માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પોતાના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાનો યુનિફોર્મ સાચવી રાખીને શાળાના શિક્ષકો ને અર્પણ કરે છે અને આ યુનિફોર્મ અન્ય જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેના થકી વાલીઓને નવા યુનિફોર્મ લાવવા નાણાં ન બગાડવા પડે.

મહેસાણા શહેરની બાજુનું જ ગામ છે લાખવડ જ્યાં વડ વૃક્ષો મન મોહી લે તેવા છે અને આ વડ વૃક્ષોની હરિયાળી વચ્ચે આવેલી છે લાખવડ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા.જ્યાં આજે વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકોમાં તેમજ દાતાઓમાં એક પ્રવૃત્તિ લોકપ્રિય અને પ્રસંશનીય બનેલી છે. એ છે વસ્ત્રમ પ્રોજેક્ટ લાખવડ શાળામાં વસ્ત્રમ પ્રોજેક્ટનો પ્રારંભ થયો વર્ષ 2018 થી વસ્ત્રમ પ્રોજેક્ટ એટલે શાળામાં ધોરણ આઠ પૂરું કરીને આગળના નવમા ધોરણમાં અભ્યાસ કરવા જનાર બાળકો શાળાના શિક્ષકને ગણવેશ સોંપે એ પણ ગણવેશ સારી રીતે ધોઈને ઈસ્ત્રી કરીને આપે છે. યુનિફોર્મમાં સમાવિષ્ટ બેલ્ટ સાથે આપે છે. શિક્ષક સંગીતાબેન રાવલ દ્વારા આ ગણવેશ એકત્ર કરીને વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવે ત્યારબાદ શાળાના જરૂરિયાત મંદ બાળકોનો શાંત કોઈ જાણે નહિ તેમ સર્વે કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ બાળકને ઓળખ જાહેર ન થાય એ રીતે ગણવેશ આપવામાં આવે છે. જે સત્રના પ્રારંભે જરૂરિયાત મંદ બાળકોને આપવામાં આવે છે. 

આ સમગ્ર કામગીરી સંભાળે છે શિક્ષિકા સંગીતાબેન રાવલ આ એ સંગીતાબેન છે જેમણે વર્ષ 2012 માં લાખવડ ખાતે શિક્ષિકા તરીકે નોકરી પ્રારંભ કરી હતી અને ગણવેશ ના પહેરતા બાળકો ના કારણો અને પરિસ્થિતિઓને સમજીને શરૂ કરેલ પ્રોજેક્ટ વર્ષ 2018 થી સતત આજ દિન સુધી આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ દાતાઓ સ્વયંભૂ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ સમગ્ર કાર્યને સુપેરે ચલાવી રહ્યા છે વિદ્યાર્થીઓની ગેરહાજરી કે શાળામાં ગણવેશ પહેરીને ના આવવુ. આ બાબતોથી કચવાયેલા તેમણે એક નાનકડો પ્રારંભ કર્યો હતો. શાળાના સત્રાંત પૂરું થતાં જુના વિદ્યાર્થીઓ પાસેથી ગણવેશ મેળવીને જરૂરતમંદ નવા વિદ્યાર્થીઓને આપવાનો. અને વર્ષ 2018 થી તો જાણે આ પ્રોજેક્ટ પોતીકો હોય એમ વિદ્યાર્થીઓએ પોતે જ એને ધમધમતો કર્યો છે.

લાખવડની શાળાના સંગીતાબેન રાવલ ના પ્રયાસથી જીવંત રીતે સમજી શકાય છે. ગણવેશના અભાવે કે અન્ય કારણોસર શાળાએ ના આવતા બાળકો હવે ગણવેશ મળતા નિયમિત શાળાએ આવતા થયા છે. વાલીઓ પણ હવે આ પ્રોજેક્ટને વધાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news