સટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે થઈ જાહેરમાં મારામારી

મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતા.

સટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે થઈ જાહેરમાં મારામારી

ઝી બ્યુરો/ગાંધીનગર: ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં મારામારી થઈ હોવાની સામે આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના બે જૂથ સામે સામે આવી જતાં લાફાવાળી થઈ. 200થી વધુ લોકોનું ટોળું ચેરમેનની ચેમ્બર સુધી ઘૂસી ગયું હતું, જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરતા આખી બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે, સાથે પ્રજાના કામ ન થતાં હોવાના પર આરોપ લાગ્યા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે કલોલ મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતા. એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘુસીને ઉગ્ર રજુઆત કરાઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ અને પાલિકા પ્રમુખ સાથે લાફાવાળી કરી હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 5, 2024

તમને જણાવી દઈએ કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરોડોના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. સોસાયટીઓમાં પેવર બ્લોક અને સી.સી. રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયેલ કામનું રિ-ટેન્ડરિંગ માગવામાં આવ્યું હતું, જેના કારણે કામ ખોરવાઈ ગયું. 200થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા કચેરીમાં ઘુસી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news