પંચમહાલ : જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલ બેટીયા સામલીના જંગલમાં મુસ્લિમ યુવકની ખાતે ચાર દિવસ પહેલા થયેલ ઘાતકી હત્યાનો ભેદ ઉકેલવામાં ગોધરા એલસીબી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ચકચારી હત્યાકાંડનો ભેદ ઉકેલાતા જે તથ્યો સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા છે. આખરે શું હકીકત હતી. ગોધરા શહેરના હયાતની વાડી વિસ્તારમાં રહેતાં ૩૩ વર્ષીય મોહંમદ હનીફ દસ્તગીર બદામ શુક્રવારે સાંજે પોતાના ઘરેથી બાઈક લઈ નીકળ્યો હતો. દરમિયાન મોડી રાત સુધી ઘરે નહિં પહોંચતા તેના સ્વજનો ચિંતિત બન્યા હતા અને શોધખોળ આદરી હતી. દરમિયાન બીજી તરફ પેટ્રોલીંગ પોલીસને દરૂણીયા પાસેથી એક બિન વારસી હાલતમાં બાઈક મળી આવી હતી. જે પોલીસે બી ડીવીઝન પોલીસ મથકે લઈ જઈ મૂકી હતી. દરમિયાન મોહમદના સ્વજનો શોધખોળ કરતાં કરતાં પોલીસ મથકે ગયા હતા. એ વેળાએ પોલીસે એક બાઈક બિનવારસી હાલતમાં મળી આવી હોવાની જાણકારી આપતાં જ સ્વજનો બાઈક મોહંમદની જ હોવાનું જણાય આવ્યું હતું. જેથી સ્વજનોએ ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 14 દર્દી રિકવર, જૂનાગઢમાં એક મોત


બીજી તરફ પોલીસને પણ રાહદારી મારફતે બેટીયા જંગલમાંથી પસાર થતાં આરસીસી રોડની બાજુમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ગોધરા ડીવાયએસપી અને તાલુકા પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. ગોધરા તાલુકા પોલીસે એફએસએલ સહિતની મદદ લઇ હત્યાનો ગુનો નોંધી એક જ વ્યક્તિએ હત્યા કરી કે અન્ય કોઈ સાથે હતા ?ક્યાં હથિયારનો ઉપયોગ કરાયો? કેવી રીતે ત્યાં સુધી લઈ જવામાં આવ્યો, યુવકના મોબાઈલનું એનાલિસિસ અને કેટલાક વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજની ચકાસણી સહિતની તપાસ શરૂ કરી હતી. દરમિયાન એલસીબી દ્વારા સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસણી અને ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીનું પગેરૂ મેળવવામાં સફળતા મળી હતી.


GODHRA: ગરીબોના મોઢેથી અનાજનો કોળીયો છીનવી પોતાનું ઘર ભરનાર વિરુદ્ધ પોલીસની ઉદાહરણીય કાર્યવાહી


એલસીબીએ ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં રહેતા સલમાન મોહંમદ હનીફ ચુચલાની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેણે મોહમ્મદ બદામની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, તેના મિત્ર  મૃતક મોહંમદ બદામ પાસેથી તેણે સપ્તાહમાં પરત આપવાના વાયદે પાંચ હજાર ઉછીના લીધા હતા. જેની વારંવાર તે ઉઘરાણી કરતો અને અપ શબ્દો બોલતો હતો. જેથી પોતે માનસિક તંગ આવી ગયો હતો અને મોહમ્મદ બદામની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જે મુજબ મોહમ્મદ બદામને ગોધરાના બેટીયા જંગલમાં સેન્ટીંગની પ્લેટનું ભંગાર સતાંડયું છે. જે લાવી વેચી નાણાં પરત આપવાનું જણાવ્યું હતું. આમ મોહમ્મદને વિશ્વાસમાં લઈ તેની જ બાઈક ઉપર સલમાન મોહમ્મદને બેટીયાના જંગલમાં લઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ મોહમ્મદની બાઈક લઈ પરત આવી ગયો અને બાઈક દરૂણીયા નજીક બિન વારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો. હાલ તો પોલીસે હત્યારા આરોપી સલમાન મોહંમદ હનીફ ચુચલા ની ધરપકડ કરી વધુ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube