Agriculture જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : જગતનો તાત આમ તો પરંપરાગત ખેતીને વળગી રહી બીબાઢાળ પદ્ધતિથી ખેતી કરતો હોય છે. પરંતુ હવે સમય બદલાયો છે. હવે ખેડૂતો ટેકનોલોજીની સાથે સાથે પોતાની રીતે પણ નીતનવા પ્રયોગો કરતા થયા છે. ખેતીમાં ઓછા ખર્ચ અને સમય વધુ લગાવીને વધુમાં વધુ નફો કેવી રીતે રળી લેવો તેવું પણ ખેડૂત વિચારતો થયો છે. આવું જ એક ઉદાહરણ મધ્ય ગુજરાતના ખેડૂતે પૂરું પાડ્યું છે. પંચમહાલના કાલોલ તાલુકાના એક ખેડૂતે પોતાના કોઠાસૂઝનો ઉપયોગ કરીને એવી ખેતી કરી કે માલામાલ થઈ ગયા. જ્યાં અન્ય ખેડૂતો એક સમયે એક જ પાક લેતા હોય છે, તેવામાં આ ખેડૂતે એકસાથે ચાર પાક કરી ચાર ઘણો નફો મેળવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરના ખેડૂત વિરલ પટેલ વર્ષોથી ખેતી કરે છે. વિરલ પટેલે પોતાના કૃષિ અંગેના જ્ઞાનનો ઉત્તમ ઉપયોગ કરીને પોતાની 7 વીઘા જમીનમાં પરંપરાગત ખેતી છોડી ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે વિચાર કરતા હતા. આ વિચારમાં તેઓએ ગત વર્ષે એક નવતર પ્રયોગ કર્યો હતો. પોતાની 7 વીઘા જમીનમાં વિરલભાઈએ મકાઇ, સૂરણ અને રતાડાની ખેતી કરી એક જ સીઝનમાં એક સાથે ત્રણ પાક ખુબ જ સફળતાપૂર્વક મેળવ્યા હતા. ત્રણેય પાકમાં ગત વર્ષે સારું ઉત્પાદન થતા નિયમિત કરતા લગભગ ત્રણ ઘણી આવક થઇ હતી.


આ પણ વાંચો : 


રાણાને મારામારી કરવી મોંઘી પડી : હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી ફગાવી


અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દહીના ભાવમાં વધારો કર્યો


પ્રથમ પ્રયત્ને જ સફળ થયેલા વિરલ પટેલને હવે આ વર્ષે પણ ખેતીમાં આવો જ કંઈક અનોખો પ્રયોગ કરવાની મહેચ્છા થઇ. જેથી તેમને આ વર્ષે એક સાથે ચાર પાક કરી દીધા. વિરલભાઈએ સૌથી પહેલા જમીનમાં સુરન અને હળદરનો પાક કર્યો. તેની ઉપર ઘંઉ અને મરચાંનો પાક કર્યો. જમીનની નીચે સુરન અને હળદર તો ખૂબ જ સારી રીતે વિકાસ પામી રહ્યા છે, જે બહાર કાઢીને પણ વિરલભાઈએ બતાવ્યું. તો જમીનના ઉપરના ભાગે ઘઉં અને મરચાં પણ ખુબ ઉત્તમ ગુણવત્તા સાથે વિકાસ પામી રહ્યા છે. વિરલભાઈએ એક જ સીઝનમાં એક સાથે ચાર પાક કરવા માટે રાસાયણિક ખાતરનો નહિવત ઉપયોગ કર્યો છે.


વિરલભાઈ પોતાના આ પ્રયોગ વિશે કહે છે કે, આવી રીતે ખેતી કરતા સૂરણની એક ગાંઠ ઉત્તમ વિકાસ પામી હતી. સુરણની અંદાજીત અઢીથી ત્રણ કિલોની ગાંઠ થાય છે અને બીજી તરફ, હળદરનો પણ સારો વિકાસ થાય છે. આ તમામ પાકો નજીકના માર્કેટમાં વેચતા સારો નફો મળી રહે છે. એક જ સીઝનમાં એકસાથે ચાર પાક કરવાથી માવઠું કે અન્ય કોઈ પણ વિપરીત સ્થિતિમાં સીધી રીતે મોટું થતા અટકાવી શકાય છે. 


વિરલભાઈ એકસાથે અલગ અલગ ખેતી કરવાના ફાયદા જણાવે છે કે, એક સાથે એક જ સીઝનમાં ચાર પાક લેવાથી ઓછા સમય અને ઓછી જમીનમાં ખૂબ જ ઓછા ખર્ચા સામે સારું ઉત્પાદન મળે છે. જેથી પરંપરાગત ખેતી કરતા ચાર ઘણી આવક મેળવી શકાય છે.


આ પણ વાંચો : 


મગફળીની ધૂમ આવક થતા કેમ વધે છે સિંગતેલના ભાવ, આ રહ્યુ તે પાછળનું કારણ


ઉત્તર ગુજરાતના પાટીદારના ગોડાઉનમાં બનતુ હતું નકલી જીરું! વેચાતા પહેલા કૌભાંડ ખૂલ્યું