ઉત્તર ગુજરાતના પાટીદારના ગોડાઉનમાં બનતુ હતું નકલી જીરું! બજારમાં વેચવા જાય તે પહેલા ખુલ્યું કૌભાંડ

Nakli Jeeru : ડુપ્લિકેટ જીરું બનાવવા માટે કેટલાક કેમિકલ, ગોળ તેમજ અન્ય પદાર્થો પણ સ્થળ ઉપર મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. જે સ્વાથ્ય સાથે નુકશાન પહોંચાડી શકે તેવા પદાર્થો ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવી રહ્યું છે

ઉત્તર ગુજરાતના પાટીદારના ગોડાઉનમાં બનતુ હતું નકલી જીરું! બજારમાં વેચવા જાય તે પહેલા ખુલ્યું કૌભાંડ

Duplicate Cumin Seeds તેજસ દવે/મહેસાણા : ભારતમાં અનેક વસ્તુઓ ડુપ્લિકેટ બનતી હોવાની માહિતી પ્રાપ્ત થતી હોય છે. પરંતુ ખાસ ખાદ્ય પદાર્થોમાં ડુપ્લીકેટ બનાવવું અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ ખૂબ ગંભીર બાબત ગણી શકાય છે, ત્યારે આજે મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ઊંઝાના મક્તુપુર પાસે શંકાસ્પદ ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ડુપ્લિકેટ જીરું બનાવવા માટે કેટલાક કેમિકલ, ગોળ તેમજ અન્ય પદાર્થો પણ સ્થળ ઉપર મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. જે સ્વાથ્ય સાથે નુકશાન પહોંચાડી શકે તેવા પદાર્થો ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવી રહ્યું છે.

ઉંઝાના મકતુપુરમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી જીરુ બનાવાતું હતું. વરિયાળી ઉપર કાળો પાવડર અને ગોળનું કોટીંગ ચડાવાતું હતું. રૂપિયા 99490 નો મુદ્દામાલ સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે. તેમજ 500 કિલો ગોળની રસી સ્થળ પર નાશ કરાઈ છે. પટેલ ધર્મેન્દ્ર અંબાલાલ ઉર્ફે ધમોનું આ ગોડાઉન હોવાનુ તપાસમાં ખૂલ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગોડાઉનને સીલ કરીને કાર્યવાહી કરી છે. 

આ પણ વાંચો : 

ગુજરાતીઓને વધુ એક અદભૂત ફિલ્મ જોવા મળશે, કચ્છની વિશેષતા પર બની ‘વસુધૈવ કુટુંમ્બકમ’

અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો, મોંઘવારી મારી નાંખશે

અડધા ગુજરાતના આકાશમાં ફરી દેખાઈ એલિયન જેવી રહસ્યમય વસ્તુ, ચમકતું દેખાતા લોકો ગભરાયા

ઊંઝાની આજુબાજુ અનેક આવી ફેક્ટરીઓ છે અને ફેક્ટરીઓ ધમધમી રહી છે, જ્યાં અનેકવાર આવું ડુપ્લિકેટ જીરું બનાવતી હોવાની માહિતી મળી રહી છે અને ફેક્ટરીઓ ઝડપાઈ પણ છે. તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રહેમ નજર હેઠળ આજે વધુ એક ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. 

હાલમાં ડુપ્લિકેટ જીરું બનાવતા લોકો ભાગી જવામાં સફળ થયા છે. ત્યારે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આવી ફેક્ટરીઓ સામે ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઊભા થયા છે. ફૂડ વિભાગ ધ્વારા દરેક મટીરીયલ ના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : 

દેશની વચ્ચોવચ આવેલું એવુ મંદિર જેને ભૂતોએ બનાવ્યું હતું, એ પણ રાતના અંધારામાં

એક રહસ્યને કારણે ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે

Trending news