Panchmahal Shehra Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરા ભાજપના જેઠા ભરવાડની જીત 
47000 કરતા વધુ લીડ થી જેઠાભાઇ ની જીત
પંચમહાલમાં પાંચ બેઠકો પર ભાજપ મોટી સરસાઈ સાથે આગળ 

આ પણ વાંચો: Tharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર ભગવો લહેરાયો, શંકરભાઇ ચૌધરીનો વિજય
આ પણ વાંચો:  Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ
આ પણ વાંચો
Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત
આ પણ વાંચો: Dhanera Gujarat Chutani Result: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો


શહેરા બેઠક પર જેઠાભાઇ ભરવાડ જીત તરફ આગળ વધી રહ્યા છે 
જેઠાભાઇ 16 રાઉન્ડ ના અંતે 38911 ની લીડ થી આગળ ચાલી રહ્યા છે 
શહેરા માં ભાજપ ની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે
પંચમહાલમાં પાંચ બેઠકો પર ભાજપ મોટી સરસાઈ સાથે આગળ 


શહેરા બેઠક પર જેઠાભાઇ ભરવાડ જીત તરફ આગળ વધી રહ્યા છે 
જેઠાભાઇ 10 રાઉન્ડ ના અંતે 23466 ની લીડ થી આગળ ચાલી રહ્યા છે 
શહેરામાં ભાજપ ની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે


બેઠક : શહેરા
રાઉન્ડ : 4 પૂર્ણ
પક્ષ :  ભાજપના જેઠાભાઇ ભરવાડ
મત : 4773


બેઠક : શહેરા
રાઉન્ડ : 2 પુર્ણ
પક્ષ :   ભાજપ આગળ 
મત : 4200


Panchmahal Shehra Gujarat Chutani Result 2022:  પંચમહાલ શહેરા વિધાનસભા બેઠક
વર્ષ 1998થી પંચમહાલની શહેરા બેઠક પર જેઠાભાઇ ભરવાડનું એકચક્રી શાસન છે. 1998માં જેઠાભાઇ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચુંટાઇને આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2002માં જેઠાભાઇ ભાજપ તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યારથી સતત જેઠાભાઇ આ બેઠક પર વર્ચસ્વ ધરાવી રહ્યા છે. શહેરા બેઠક પર ભાજપે ખાતુ પગીનું નામ જાહેર ન કરતાં તેઓએ નારાજ થઇને કોંગ્રેસમાં પક્ષપલટો કરી ત્યાથી ટીકીટ મેળવી હતી. એટલે શહેરાનો ચૂંટણી જંગ આ વખતે રસપ્રદ રહેશે. શહેરાએ પંચમહારના મુખ્ય શહેરોમાથી એખ છે. તેમજ વ્યાવસાયિક અને સામાજિક કેન્દ્ર પણ છે. આ બેઠકો પર કુલ મતદારોની સંખ્યા 2,33,401 જેટલી છે. 


2022ની ચૂંટણી
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેઠાભાઇ આહીરને રિપિટ કર્યા છે. કોંગ્રેસે ખાતુભાઇ પગીને ઉમેદવાર જાહેર કર્યા તો આપે તખતસિંહ સોલંકીને ઉમેદવાર જાહેર કર્યા છે. 


2017ની ચૂંટણી
 વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ કોંગ્રેસી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણને 41.069 મતોની જંગી લીડથી હાર આપી હતી. 


2012ની ચૂંટણી
વર્ષ 2012માં પણ ભાજપમાથી જેઠાભાઇ આહીરની 25 હજારથી વધુ મતોથી જીત થઇ હતી તે સમયે કોંગ્રેસના તખતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube