રાજેન્દ્ર ઠક્કર/ભુજ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 4369 કરોડના કામો મંજૂર કર્યા હતા. કચ્છમાં નર્મદાનો વધારાનો પાણી આપવા મુદ્દે આખરે રાજ્ય સરકાર તરફથી વહીવટી મંજૂરી મળી છે. વર્ષોથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે કામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વહીવટી મંજૂરી અપાઈ હતી. 2006માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના વધારાના પાણીને કચ્છ પહોંચાડવા મુદ્દે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જો કે, ત્યાર બાદ અનેક વખત વિવિધ મુખ્યમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ દ્વારા નર્મદાના પાણીને સૈધાંતિક મંજૂરી મળ્યા હોવાના નામે સરકારના ગુણ ગાયા હતા પણ 16 વર્ષ બાદ આ કામને સરકાર તરફથી વહીવટી મંજૂરી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT પોલીસે આખા રાજકોટના નાકે દમ લાવી દેનારા આરોપીઓને આખરે ઝડપી લીધા


રાજ્ય સરકારના માહિતી વિભાગ તરફથી મળતી વિગતો મુજબ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ 1 ના કામો માટે રૂ. 4369 કરોડના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4 લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા- આ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. સાથે જ અંદાજે 2.81 લાખ એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે, તેવું માહિતી વિભાગ દ્વારા જણાવાયું હતું.


GUJARAT માં ખેડૂતો ચોક્કસ બનશે કરોડપતિ, 2.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ


ઉલ્લેખનીય છે કે કચ્છના ખેડૂતો અનેક વર્ષોથી નર્મદાનું પાણી મેળવવા માંગ કરી રહ્યા હતા. કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા પણ લાંબા સમયથી આ મુદ્દે ધરણાં અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.ગત મંગળવારે જ કિસાન સંઘ દ્વારા જિલ્લા સ્તરના ધરણાં પ્રદર્શનમાં કચ્છભરમાંથી હજારો ખેડૂતો હાજર રહ્યા હતા. સાધુ સંતોની હાજરીમાં સૌ કોઈએ નર્મદાના પાણીની વહીવટી મંજૂરી મળે તેવી માંગ કરી હતી. 12 જાન્યુઆરીના ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ ગાંધીનગર ખાતે કચ્છના સાંસદ, પાંચ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, વિધાનસભા અધ્યક્ષા સાથે મળી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને 20 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું અને જો વહીવટી મંજૂરી ન મળે તો રાજકીય નેતાઓ અને કાર્યક્રમોના બહિષ્કાર, કચ્છ બંધ વગેરે યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.


સામાન્ય પ્રસંગમાં ડંડા પછાડતી પોલીસ નેતાજીના પ્રસંગમાં પુંછડી પટપટાવતી જોવા મળી


કચ્છ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડીયાએ સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું કે,ભુજ ખાતે ધરણા કર્યા બાદ બીજા જ દિવસે ગાંધીનગરમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત થઈ હતી, ત્યારે અઠવાડિયામાં પ્રશ્નના નિરાકરણની ખાતરી અપાઈ હતી. ત્યારે હવે 2006થી ટલ્લે ચડેલા મુદામાં 8 જ દિવસમાં નિર્ણય લેવાઇ ગયો અને આજે કચ્છને વધારાના પાણી આપવા માટે રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેથી ઝડપથી કામ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને કોઈ પણ વિઘ્નો વિના ઝડપથી યોજનાનું કામ પૂર્ણ થઈ જાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.સતત 21 મહિનાથી ચાલી આવતી કિસાન સંઘની લડતમાં સહયોગ આપનારા કચ્છના સર્વે સમાજો,સાધુ સંતો,ગ્રામ પંચાયતો સહિત સૌ કોઈનો આભાર માન્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube