RAJKOT પોલીસે આખા રાજકોટના નાકે દમ લાવી દેનારા આરોપીઓને આખરે ઝડપી લીધા

પોલીસે બે રીઢા બાઇકચોરને પકડી પાડ્યા છે. આ બાઇક ચોર બાઇકની ચોરી કરતા અને બાઇક ચોરી કરીને આજી નદીના પટ્ટમાં છુપાવી દેતા હતા. જો કે ચોરી કરેલી બાઇક લઇને બહાર નીકળતા જ પોલીસે પકડી પાડ્યા હતા. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનની પીસીઆરના જવાનો પોલીસ પેટ્રલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ બાઇક સાથે બે શખ્સો ત્યાંથી પસાર થયા હતા. પોલીસે તેને રોકીને પુછપરછ કરતા તેના નામ કરશન ઝખાણિયા અને સંજય સાડમીયા કહ્યું હતું. પોલીસે આ બંન્નેની પુછપરછ કરતા તેઓએ બાઇક ચોરીની કબૂલાત આપી હતી. આ શખ્સોએ બે સગીર સાથે મળીને કુલ ૮ બાઇકની ચોરીની કબુલાત આપી હતી. પોલીસે જ્યારે ચોરી કરાયેલા બાઇક કબ્જે કરવા માટે પહોંચી ત્યારે તમામ બાઇક આજી નદીના પટમાં ખાડો કરીને ઢાંકેલી હાલતમાં મળી આવ્યા હતા.
RAJKOT પોલીસે આખા રાજકોટના નાકે દમ લાવી દેનારા આરોપીઓને આખરે ઝડપી લીધા

ગૌરવ દવે/રાજકોટ : પોલીસે બે રીઢા બાઇકચોરને પકડી પાડ્યા છે. આ બાઇક ચોર બાઇકની ચોરી કરતા અને બાઇક ચોરી કરીને આજી નદીના પટ્ટમાં છુપાવી દેતા હતા. જો કે ચોરી કરેલી બાઇક લઇને બહાર નીકળતા જ પોલીસે પકડી પાડ્યા હતા. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનની પીસીઆરના જવાનો પોલીસ પેટ્રલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ બાઇક સાથે બે શખ્સો ત્યાંથી પસાર થયા હતા. પોલીસે તેને રોકીને પુછપરછ કરતા તેના નામ કરશન ઝખાણિયા અને સંજય સાડમીયા કહ્યું હતું. પોલીસે આ બંન્નેની પુછપરછ કરતા તેઓએ બાઇક ચોરીની કબૂલાત આપી હતી. આ શખ્સોએ બે સગીર સાથે મળીને કુલ ૮ બાઇકની ચોરીની કબુલાત આપી હતી. પોલીસે જ્યારે ચોરી કરાયેલા બાઇક કબ્જે કરવા માટે પહોંચી ત્યારે તમામ બાઇક આજી નદીના પટમાં ખાડો કરીને ઢાંકેલી હાલતમાં મળી આવ્યા હતા.

કેવી છે મોડસ ઓપરેન્ડી ?
પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો રીઢા બાઇક ચોર છે. શહેરમાં અલગ અલગ દિવસે ભરાતી ખરીદી બજારોને ટાર્ગેટ બનાવતા હતા. આ શખ્સો અલગ અલગ બજારોમાં જઇને બાઇકની ચોરી કરતા હતા. આ બાઇક આજી નદીના પટ્ટમાં છુપાવી દેતા હતા. પોલીસના કહેવા પ્રમાણે બાઇકચોર રૂપિયા કમાવવા માટે ચોરી કરેલા બાઇક વેંચી નાખતા હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે આ શખ્સોની પુછપરછ શરૂ કરી છે. પીસીઆર વાનના પોલીસ જવાનોની સતર્કતાને કારણે બાઇક ચોર ટોળકીનો પર્દાફાશ થયો છે. હાલમાં પોલીસ આ શખ્સો કેટલા સમયથી બાઇક ચોરી કરતા હતા. આ શખ્સો સાથે અન્ય કોઇ સંકળાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાઇક ચોરો દ્વારા હાલ રાજકોટમાં ભારે આતંક મચાવવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news