અમરેલીઃ અમરેલી(Amreli) જિલ્લામાં દિપડાનો(Panther) હાહાકાર યથાવત છે. શનિવારે(Saturday) સાંજે બગસરાના લુંધિયા ગામમાં(Lundhiya Villege) દિપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત, સારંભડા ગામમાં દિપડાએ એક બકરાનો(Goat) શિકાર કર્યો હતો. દિપડાની આ દહેશતના પગલે બગસરા તાલુકાના મામલતદાર અને સરપંચો વચ્ચે રવિવારે બેઠક મળી હતી અને આ સમસ્યાનું સમાધાન શોધવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ માનવભક્ષી દિપડાએ અત્યાર સુધીમાં 17 જેટલા ખેડૂત, ખેતમજુરો બોગ બન્યા છે અને અનેક પશુઓનાં મારણ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બગસરા તાલુકામાં ધારા-144
શનિવારે વન વિભાગોની ટીમને પણ સફળતા ન મળતાં અને બગસરામાં ઘરમાં ઘુસીને એક મહિલા પર દિપડાએ કરેલા હુમલાના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા બગસરા તાલુકામાં ધારા-144 લાગુ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ સુર્યાસ્તથી 3 કલાક પહેલાં 5થી વધુ માણસોએ ભેગા ન થવું. તાલુકામાં તારીખ 8થી 15 ડિસેમ્બર સુધી ધારા-144 લાગુ રહેશે અને તેનો ભંગ કરનાર સામે પોલિસ ફરિયાદ નોંધવામાં આવશે. 


બગસરાના લુંધિયામાં મહિલા પર હુમલો
શનિવારે બગસરાના લૂંધિયા ગામમાં દિપડાએ એક મહિલા પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કરી હતી. દીપડો ખુલ્લા ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરમાં કામ કરી રહેલા દયાબેન ઉકાભાઇ માળવી(45 વર્ષ) પર અચાનક હુમલો કરી દીધો હતો. દિપડાના હુમલાથી ગભરાઈ ગયેલા દયાબેને બૂમાબૂમ કરતા ઘરના સભ્યો દોડી આવ્યા હતા અને તેમને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. 


દીપડાની દહેશતઃ માનવભક્ષી દીપડાને પકડવા માટે સરકારે બનાવ્યો મેગા એક્શન પ્લાન


જોકે, દિપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા ગીંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દિપડાના આંટાફેરાના દૃશ્યો પણ ગામમાં લગાવેલા એક સીસીટીવીમાં કેદ થયા છે. અમરેલીના સારંભડા ગામમાં પણ શનિવારે એક બકરા પર હુમલો કર્યો હતો. જોકે, દિપડાને જોઈને માલધારીઓ તેની પાછળ દોડ્યા હતા. માલધારીઓને જોઈને દિપડો ફરાર થઈ ગયો હતો. 


[[{"fid":"244377","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સરપંચોની બેઠક 
દિપડાની દહેશત યથાવત હોવાના પગલે રવિવારે બગસરા તાલુકાના મામલતદાર અને સરપંચોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં, સૂર્યાસ્ત પહેલા ખેડૂતો અને મજૂરોએ ખેતરમાંથી ઘરે આવી જવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઘરમાં પણ બારી-બારણા બંધ કરીને સુવાની સૂચના અપાઈ છે. સરપંચો દ્વારા ખેડૂતોને સવારના સમયે વીજ પાવર આપવામાં આવે તેવી માગ કરાઈ છે, જેથી તેઓ દિવસના સમયે ખેતરમાં પાણી પીવડાવી શકે. 


ગુજરાતની બળાત્કારની ઘટનાઓ વિશે CM વિજય રૂપાણીએ તોડ્યું મૌન, ખોંખારો ખાઈને કહ્યું કે....


ધારાસભ્ય આવ્યા મેદાનમાં
શનિવારે સવારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ સરકારને ચિમકી આપતા કહ્યું હતું કે, તમે કાર્યવાહી નહી કરો તો હું ખુદ દીપડાને ભડાકે દઈશ. કોઈ આડું આવ્યું એને પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ...’. ધારાસભ્યએ પોતાની રજૂઆતમાં કહ્યું કે, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં દીપડાઓનો આતંક વધી ગયો છે. છેલ્લાં એક વર્ષમાં 4 જિલ્લામાં દિપડાના હુમલાના 66 બનાવો બન્યા છે. જેમાં 17 લોકોનાં મોત થયા છે. 


જુઓ વીડિયો.....


લો બોલો! રિવરફ્રન્ટની જમીનની વ્યૂહરચા અને વેચાણ માટે AMC વિદેશી કન્સલ્ટન્ટની સલાહ લેશે


10 મહિનામાં આદમખોર દિપડાના હુમલા


  • 1- 26 ફેબ્રુઆરી 2019 : ચલાલાના ગોપાલ ગ્રામમાં અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને ફાડી ખાધો

  • 2- 28 જૂન 2019 : તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા હીરીબેન ગોસિયા નામના 65 વર્ષીય વૃદ્ધા દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા

  • 3- 20 સપ્ટેમ્બર 2019 : ખાંભાના મુંજીયાસરમા નનુબેન રામભાઈ પરમાર (ઉંમર 70) એક કીમી ઢસડી ફાડી ખાધા

  • 4-28 સપ્ટેમ્બર 2019 : અમરેલીના ચાંદ ગઢમાં ચિરાગ પારશીંગભાઈ કટારા નામના 6 વર્ષના બાળકને ફાડી ખાધો

  • 5- 29 સપ્ટેમ્બર 2019 : ધારીના મોણવેલમાં મનસુખભાઇ અરજણભાઈ વાળા અને કરશનભાઈ ભીમાભાઈ સગઠિયા નામના સાળા બનેવીને દીપડાએ મારી નાખ્યા કટકે કટકા કરી દીધા

  • 6- 20 સપ્ટેમ્બર 2019 : વિસાવદરના પીંડાખાઈમાં ઘરની ઓસરીમાં સુતેલા 60 વર્ષીય વાલાભાઈ માણદભાઈ મારૂને ફાડી ખાધા

  • 7- 25 ઓક્ટોબર 2019 : બગસરાના મુંજીયાસરમાં નાગજીભાઈ પટોળીયા નામના વૃદ્ધને દીપડાએ મારી નાખ્યા

  • 8- 17 નવેમ્બર 2019 : બગસરાના રફાળામાં પરપ્રાંતીય ખેતમજૂરની ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી

  • 9- 05 ડિસેમ્બર 2019 : બગસરાના મુંજીયાસરના વજુભાઇ બોરડ નામના 55 વર્ષીય ખેડૂતને દીપડાએ ફાડી ખાધા

  • 10- 7 ડિસેમ્બર 2019 : બગસરાની સીમમાં છગનભાઈ ધીરાભાઈ ઉંમર 40 ખેત મજૂર દીપડાએ ફાડી ખાધા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...