દીપડાની દહેશતઃ માનવભક્ષી દીપડાને પકડવા માટે સરકારે બનાવ્યો મેગા એક્શન પ્લાન

સરકારના એક્શન પ્લાન(Government Action Plan) મુજબ, માનવભક્ષી દિપડાને(Panther) પકડી લેવા માટે અમરેલી (Amreli), જુનાગઢ(Junagadh) અને ગાંધીનગર(Gandhinagar) વનવિભાગના(Forest Department) કર્મચારીઓ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવશે. માનવભક્ષી દિપડાને પકડી લેવા માટે બગસરા પંથકમાં 30 પાંજરા, સીસીટીવી કેમેરા(CCTV Camera) સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.   

Updated By: Dec 7, 2019, 06:23 PM IST
દીપડાની દહેશતઃ માનવભક્ષી દીપડાને પકડવા માટે સરકારે બનાવ્યો મેગા એક્શન પ્લાન

અમરેલીઃ અમરેલીના વિસાવદર(Visavadar), બગસરા(Bagasara) અને ધારી(Dhari) તાલુકામાં માનવભક્ષી દીપડાનો(Panther) ત્રાસ વધી ગયાની ફરિયાદો મળ્યા પછી અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાની(MLA Harshad Ribadia) ધમકી બાદ સરકાર હરકતમાં આવી છે. સરકારે માનવભક્ષી દિપડાને(Panther) પકડી લેવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે. સીસીએફ સહિતના વન વિભાગના અધિકારીઓએ અમરેલીમાં ધામા નાખ્યા છે. સાથે જ ગ્રામજનોને સાંજે 7 વાગ્યા પછી ખેતરમાં ન જવાની સુચના આપવામાં આવી છે. 

સરકારના એક્શન પ્લાન(Government Action Plan) મુજબ, માનવભક્ષી દિપડાને(Panther) પકડી લેવા માટે અમરેલી (Amreli), જુનાગઢ(Junagadh) અને ગાંધીનગર(Gandhinagar) વનવિભાગના(Forest Department) કર્મચારીઓ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવશે. માનવભક્ષી દિપડાને પકડી લેવા માટે બગસરા પંથકમાં 30 પાંજરા, સીસીટીવી કેમેરા(CCTV Camera) સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 

MLA હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિનવિભાગ દીપડા નહિ પકડે, તો હું ભડાકે દઈશ, કોઈ આડું આવ્યું તો...’

અમરેલી જિલ્લા કલેક્ટર અને સીસીએફની સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવાયું કે, વનવિભાગ દ્વારા આ માનવભક્ષી દિપડાને ઠાર મારવા માટે સ્પેશિયલ શૂટરોને પણ કામે લગાડવામાં આવ્યા છે. વનવિભાગના આ ઓપરેશનમાં અમરેલી જિલ્લા પોલીસની ટીમ પણ જોડાશે. આજે સાંજથી જ આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવશે. જ્યાં સુધી દિપડો પકડાશે નહીં કે ઠાર નહીં મરાય ત્યાં સુધી વન વિભાગના કર્મચારીઓ અહીં રહેશે. 

ઉલ્લેખનીય છે કે, આ માનવભક્ષી દિપડાએ અત્યાર સુધીમાં 17 જેટલા ખેડૂત અને ખેતમજુરોને બોગ બનાવ્યા છે. ગઈકાલે અમરેલીના બગસરામાં દીપડાએ એક નિર્દોષ ખેત મજુરનો ભોગ લીધો છે. બગસરાની સીમમાં મજૂરી કરતા રાજસ્થાની ખેત મજુર પર દીપડાએ હુમલો કર્યો હતો. રાત્રે 3.15 કલાકે દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. 

અમરેલીમાં વધુ એક દીપડાનો હુમલો, સારવાર મળે તે પહેલા મજુરનું મોત... જુઓ વીડિયો

આ અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતાં શનિવારે સવારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ સરકારને ચિમકી આપતા કહ્યું હતું કે, તમે કાર્યવાહી નહી કરો તો હું ખુદ દીપડાને ભડાકે દઈશ. કોઈ આડું આવ્યું એને પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ...’. ધારાસભ્યએ પોતાની રજૂઆતમાં કહ્યું કે, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં દીપડાઓનો આતંક વધી ગયો છે. છેલ્લાં એક વર્ષમાં અહીં 66 લેપર્ડ એટેકના બનાવો બન્યા છે. જેમાં 15 લોકો મૃત્યુ પામ્યા છે. આવા સમયે લોકોને રક્ષણ આપવું જરૂરી છે. ચાર જિલ્લાઓમ દીપડા દ્વારા 66 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે.તો 15 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...