viral news : આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્યો અચંબામાં મૂકી દે તેવા છે. ત્યારે આજે ગુજરાતના એક એવા સ્થળ (tourist places) ની વાત કરીએ જે રહસ્યોથી ભરેલી છે. આમ તો આ જગ્યા વિશે તમે ઘણુ સાંભળ્યુ હશે. પણ હકીકત એ છે કે, રહસ્યમયી આ જગ્યા પર આજે પણ સેંકડો પ્રવાસીઓ ફરવા જાય છે. પ્રવાસીઓમાં આ જગ્યા પર ફરવાનો કોઈ ડર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જગ્યાનુ નામ છે ડુમસ બીચ (dumas beach), જે સુરતમાં આવેલો છે. સુરતના સ્થાનિક લોકોનું માનીએ તો, આ સ્થળ પર પ્રેતઆત્માઓ હોવાનો દાવો છે. આ રહસ્યમયી બીચ સુરત શહેરમાં આવેલો છે. જ્યાં અનેકવાર પેરાનોર્મલ ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે આ બીચ સતત ચર્ચામાં રહેતો હોય છે. હંમેશા સોશિયલ મીડિયા પર આ બીચની ચર્ચાઓ થતી રહે છે. આ ભૂતિયા બીચને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતા છે, કેટલાય કિસ્સાઓ પ્રચલિત છે. પણ, ખાસ વાત એ છે કે, આ બીચનો નજારો આકર્ષિત અને સુંદર છે, જેથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. 


ભારતની કિંમતી ચીજ પરત પરત કરશે બ્રિટન, દેશની આન બાન અને શાન કહેવાય છે વાઘ નખ


રોજ આ બીચ પર કોઈને કોઈ રહસ્યમયી ઘટના આકાર લેતી હોય છે, છતાં અહી પ્રવાસીઓ ઉમટી પડે છે. અનેક લોકો અહી ભૂતપ્રેત હોવાનો ઉલ્લેખ કરે છે. આ જગ્યા પર અનેક લોકોએ અજીબોગરીબ રહસ્યમયી અવાજ સાંભળવા મળે છે. કેટલાક રિપોર્ટ તો એવા છે કે, આ બીચ પર રાત્રે ફરવા ગયેલા ટુરિસ્ટ આજદિન સુધી પરત ફર્યા નથી. 


કાઠિયાવાડનો સૌથી મોંઘો નંદી, ઉભો હોય તો ગીરનો સાવજ લાગે, કિંમત જાણી આંખો પહોળી થશે


સ્થાનિક લોકોના અનુસાર, કહેવાય છે કે વર્ષો પહેલા આ બીચનો ઉપયોગ સ્મશાન તરીકે કરાતો હતો. જેથી આજે પણ અહી પ્રેત આત્માઓ ભટકતી રહે છે. આ કારણે રાત્રે અહી બીચનો રંગ કાળા રંગનો થઈ જાય છે. રાતના સમયે અહી કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જાય છે. તેઓ પણ અજીબોગરીબ અવાજ કાઢવા લાગે છે. 


આ જ કારણે સુરતના ડુમસ બીચનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. દેશ દુનિયાના અનેક લોકો આ ડરાવના બીચને જોવા માટે આવે છે. તો રાતના સમયે બીચની આસપાસ કોઈ ભટકતુ નથી.  


મીણબત્તી સળગાવતા પહેલા સાચવજો, નહિ તો આ બીમારી શરીરમાં ઘર કરી જશે