કાઠિયાવાડનો સૌથી મોંઘો નંદી, ઉભો હોય તો ગીરનો સાવજ લાગે, કિંમત જાણી આંખો પહોળી થશે

Amreli News કેતન બગડા/અમરેલી : સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ગામે ખોડીયાર માતાજીના મંદિરમાં ગૌશાળા આવેલ છે. અહીં રાઘવ નામનો એક બળદ છે. જેની કિંમત 45 લાખ રૂપિયા છે. તેનો વૈભવ રાજા કરતા ઓછો નથી. ગૌશાળામાં તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. રાઘવ નામના બળદને હળવદ ગામેથી લાવવામાં આવ્યો હતો. રાઘવનું સિમેન્સ અલગ અલગ જગ્યાએ ડોનેટ કરીને 100 જેટલા ગાય અને વાછરડા જન્મ્યા છે. આનાથી ગાય 15 થી 20 લીટર દૂધ આપે છે. હાલ આ ગૌશાળામાં 100 લીટર દૂધ અહીંની ગાયો આપે છે. અહીં 100 થી વધારે ગાય અને નાના બચ્ચા છે. 

1/4
image

અમરેલી જિલ્લો એ ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, જેને લઇને લોકો પશુપાલન થી મોબલક કમાણી કરે છે. અહીં ખેડૂતો ગીર અને સારી જાતની ગાયો, ભેંસ અને બળદની પૂરતા પ્રમાણમાં કાળજી લેતા હોય છે. ત્યારે આજે વાત કરવી છે સાવરકુંડલા નજીક આવેલ અમૃતવેલ ગામની અમૃતવેલ ગામમાં મા ખોડીયારનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં આસપાસના લોકો મા ખોડીયારના દર્શન કરવા આવે છે અને આ મંદિરમાં જ મોટી ગૌશાળા આવેલી છે. આ ગૌશાળા પણ અનોખી છે વાત કરવામાં આવે તો અહીં રાઘવ નામનો અનોખો બળદ છે.

2/4
image

ખોડીયાર મંદિરના સંચાલકો રાઘવને હળવદથી અહીં લઈ આવ્યા હતા. ઉચ્ચકક્ષાનો અને ઉત્તમ ક્વોલિટીમાં ગણાય તેવો આ અનોખો બળદ છે આ બળદને જોતા જ લોકો અચંબિત થઈ જાય છે. કદાવર બાંધો અને મોટી આંખો અને મોટા કાન કાઠીયાવાડી ભાષામાં વાત કરીએ તો જાણે સાવજ ઉભો હોય તેવું રાઘવને જોતા લાગે. અમૃતવેલ ગામના ખોડીયાર મંદિરમાં આવેલા ગૌશાળામાં 100થી વધારે ગાયો અને વાછરડા છે. રાઘવની વાત કરવામાં આવે તો રાઘવના આશરે સો જેટલા બચ્ચાઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં છે. સારી જાતના બળદના બચ્ચા થાય તેવું માલધારીઓ ઇચ્છતા હોય છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીં સારી જાતના બળદ, વાછરડા અને ગાય માટે લોકો રાધવનું સીમેન લઈ જઈને ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રકિયા કરાવે છે.

3/4
image

લોકો રાઘવના સિમેન લઈ જઈને ઉત્તમ પ્રકારના નસલ, બચ્ચા, ગાય પેદા થાય તે માટે રાઘવ જાણીતા છે. આ રાઘવની કિંમત પણ તમે જાણીને ચોંકી જશો. રાઘવની અત્યારે રૂપિયા 45 લાખની કિંમત છે. આટલા અધર રૂપિયા આપીને પણ લોકો રાઘવને ખરીદવા તૈયાર છે. રાઘવનો ઠાઠ પણ રાજા કરતા ઓછો નથી.

4/4
image

રાઘવ વિશે અહીંના સંચાલક જીતુભાઈ સાવલિયા કહે છે કે, અહીં ગૌશાળાના સંચાલકો રાઘવની ખૂબ જ સારી રીતે કાળજી રાખે છે. રાઘવ નામના બળદને અહીં હળવદથી લાવવામાં આવ્યો હતો. રાઘવના બચ્ચા અને ગાયો પણ અહીં ગૌશાળાને ખૂબ ફાયદાકારક છે. ઉચ્ચ નસલમાંથી પેદા થયેલી ગાયો પણ અહીં રોજનું 15 થી 20 લીટર જેટલું દૂધ આપે છે. અમૃતવેલ ગૌશાળામાં રોજનું 100 દૂધ અહીં ગાયો આપે છે. અમૃતવેલ ખોડીયાર માતાજીના મંદિરના ગૌશાળામાં 100 જેટલા ગાય અને વાછરડા રહે છે.