વડોદરામાં શાળા સંચાલકોની મનમાની યથાવત, કોર્ટનો હુકમ છતાં કરી રહયા છે ફીની ઉઘરાણી
સ્કૂલ ફીને લઇને શાળા સંચાલકોની મનમાની યથાવત જોવા મળી રહી છે. કોર્ટનો હુકમ છતાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી આવી રહી છે. વડોદરાના માંજલપુર ખાતે આવેલી અંબે વિદ્યાલયે ફી નહીં ભરનાર વાલીઓના બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. જેને લઇ મોટી સંખ્યામાં વાલીઓ અંબે વિદ્યાલય પહોંચ્યાં હતા. વાલીઓના વિરોધને લઇ શાળા બહાર પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે.
હાર્દિક દિક્ષીત, વડોદરા: સ્કૂલ ફીને લઇને શાળા સંચાલકોની મનમાની યથાવત જોવા મળી રહી છે. કોર્ટનો હુકમ છતાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી આવી રહી છે. વડોદરાના માંજલપુર ખાતે આવેલી અંબે વિદ્યાલયે ફી નહીં ભરનાર વાલીઓના બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. જેને લઇ મોટી સંખ્યામાં વાલીઓ અંબે વિદ્યાલય પહોંચ્યાં હતા. વાલીઓના વિરોધને લઇ શાળા બહાર પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે.
આ પણ વાંચો:- ચાના બંધાણીઓ માટે મોટા સમચાર, હવે વધુ મોંઘી થઇ ચાની ચુસ્કી
સ્કૂલ ફી મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી નહી લેવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. શાળા સંચાલકોને હાઇકોર્ટનો ડર રહ્યો નથી. સરકાર દ્વારા ફી ન લેવાનો પરિપત્ર જાહેર થયા બાદ પણ માંજલપુરની અંબે વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સ્કૂલ ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓના વાલીઓએ શાળ ફી ભરી નથી તેવા વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે.
આ પણ વાંચો:- અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નગર શિક્ષકો કોરોના વાયરસના સુપરસ્પ્રેડર
શાળા સંચાલકો દ્વારા ફી ન ભરવી હોય તો શાળામાંથી બાળકોનું એડમિશન રદ કરવાની ધમકી અપાઇ હતી. શાળા બહાર વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જને પગલે શાળા બહાર પોલીસની બે ગાડીઓ પહોંચી હતી. વાલીઓના વિરોધને લઇ શાળા બહાર પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે ફી મામલે શાળા સંચાલકો દ્વારા સરકારના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:- માસ્ક ના પહેરનારા સામે સરકારની કડક કાર્યવાહી, હવે 200 નહીં આટલા રૂપિયાનો થશે દંડ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી શાળા સંચાલકો ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી ઉઘરાવી રહ્યા હતા. આ મુદ્દે અનેક વાલીઓએ સરકારમાં રજુઆતો કરી હતી પરંતુ સરકાર પણ ચુપ બેઠી હતી. જ્યારે વાલીઓએ મજબુર બનીને ફી ભરવી પડી હતી. જ્યારે વિરોધ કરનારા વાલીઓએ ફી ભરી નહોતી. આખરે હાઇકોર્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube