ગુજરાતનું પેરિસ..! 200 વર્ષ જૂની છે અહીંની આકર્ષિત હવેલીઓ, આજે પણ છે આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતની ધરા પર પ્રબળ ઈતિહાસ પથરાયેલો છે. કોઈ જિજ્ઞાસુ માણસ ઇતિહાસ જાણવાની ઈચ્છા સાથે ઘણા ખરા સ્થળની મુલાકાત લે છે. આવી જ કંઈક વાત છે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરની જે મોટાભાગે ઘણા લોકોની નજરમાં નથી ચડ્યું. આ સિદ્ધપુર શહેરમાં વર્ષો પહેલાં દાઉદી વોરા સમુદાય સ્થાયી થયો હતો અને તે સમુદાયે અહીંયાં જે ઘણીબધી વસ્તુઓની એવી છાપ છોડી છે. એમાંથી એક વાત આ વીડિયોમાં તમને જણાવીશું.
સિદ્ધપુર: ગુજરાતની ધરા પર પ્રબળ ઈતિહાસ પથરાયેલો છે. કોઈ જિજ્ઞાસુ માણસ ઇતિહાસ જાણવાની ઈચ્છા સાથે ઘણા ખરા સ્થળની મુલાકાત લે છે. આવી જ કંઈક વાત છે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરની જે મોટાભાગે ઘણા લોકોની નજરમાં નથી ચડ્યું. આ સિદ્ધપુર શહેરમાં વર્ષો પહેલાં દાઉદી વોરા સમુદાય સ્થાયી થયો હતો અને તે સમુદાયે અહીંયાં જે ઘણીબધી વસ્તુઓની એવી છાપ છોડી છે. એમાંથી એક વાત આ વીડિયોમાં તમને જણાવીશું.
દાઉદી વોરા સમુદાય 19મી સદીના અંતથી અને 20મી સદીની શરૂઆતમાં સિદ્ધપુરના એક ભાગમાં સ્થાયી થયો હતો. સરસ્વતી નદીના કાંઠે આવેલું સિદ્ધપુર એ પાટણ જિલ્લાનું અનોખું શહેર છે, તે ભગવાન શિવના ભક્તો માટે પણ એક પવિત્ર સ્થળ છે, કારણ કે ત્યાં રુદ્ર મહાલય તરીકે ઓળખાતું ભવ્ય મંદિર પણ આવેલું છે.
ગુજરાતમાં ઓલિમ્પિક યોજવા સરકારનો એક્શન પ્લાન, અનુરાગ ઠાકુરે આપ્યું મહત્વનું નિવેદન
આ અદ્દભુત નગરની વચ્ચે એક વિશાળ માર્ગ પણ છે જેમાં ઉત્કૃષ્ટ હવેલીઓ આવેલી છે. જે ભારતની લાક્ષણિક સ્થાપત્ય શૈલીઓથી એકદમ અલગ છે. ગુજરાતના શિયા મુસ્લિમ વેપારી દાઉદી વોરા સમુદાયના છે. આથી આ હવેલીઓને ‘વોરાવાડા’ તરીકે ઓળખાવમાં આવે છે..
જો તમે આ હવેલીઓની કતાર જુઓ તો પ્રથમ નજરમાં જ તમે આકર્ષિત થઇ જશો... કારણ કે આ ઘરોને અનોખી અને જટિલ શૈલીથી શણગારવામાં આવી છે. તમને એવું જ લાગશે કે, તમે યુરોપના કોઇ નાના શહેરમાં છો અથવા અનુભવશે થશે કે, તમે વિક્ટોરિયન યુગમાં સફર કરી રહ્યા હોય છે.
ખુશખબર! અમદાવાદમાં સાવ સસ્તામાં મળશે સપનાનો મહેલ!
ઘરની શૈલી બિનપરંપરાગત છે. અહીં ઉચાઇ વાળા પ્લિન્થ અથવા ઓટલા, ઘરના પ્રવેશદ્વારને આધાર આપે છે. આ વસ્તુ લાંબા સમયથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતના રહેઠાણોમાં ઉપયોગમાં લેવાય છે. ઓટલાનો ઉપયોગ સામાજિક જગ્યાઓ તરીકે થાય છે, જ્યાં દાઉદી વોરાના પરિવારો સાંજ પછી ભેગા થાય છે. પરંપરાગત માળખાને અનુસરીને, દરેક ઘર પોતાની દીવાલ આગળના ઘરની સાથે વહેંચે છે અને મુખ્યત્વે લાકડા વડે બાંધવામાં આવે છે.
ગુજરાતમાં બિલિમોરા-વઘઈ રૂટ પર દોડશે હાઈડ્રોજન ટ્રેન, અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત
તમે જ્યારે આ સિદ્ધપુર શહેરની મુલાકાત લો તો ચોક્કસ કહી શકો કે, સિદ્ધપુરના આ 200 વર્ષ જૂના રસ્તાઓ ખૂબ જ પ્રભાવશાળી છે. કારણ કે, આજના સમયમાં પણ તેની સૌંદર્યલક્ષી ગુણવત્તા ખૂબ ઓછી જોવા મળે છે. આવનારી પેઢીઓ માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે તે વૈશ્વિક સ્થાપત્યની વિવિધ શૈલીઓનું અનોખું મિશ્રણ છે. જેને જોઇને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો.