ગુજરાતમાં ઓલિમ્પિક યોજવા સરકારનો એક્શન પ્લાન, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યું નિવેદન

ઓલિમ્પિક 2036ની યજમાની કરવા માટે ભારત પણ બોલી લગાવવા માટે તૈયાર છે. ભારતમાં હજુ સુધી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયું નથી, પરંતુ 2036માં પહેલીવાર ગુજરાતમાં ગેમ્સનો મહાકુંભ યોજાઈ શકે છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર અમદાવાદના પ્રવાસે આવ્યા છે.

ગુજરાતમાં ઓલિમ્પિક યોજવા સરકારનો એક્શન પ્લાન, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યું નિવેદન

બ્રિજેશ દોશી/ગાંધીનગર: ઓલિમ્પિક 2036ની યજમાની કરવા માટે ભારત પણ બોલી લગાવવા માટે તૈયાર છે. ભારતમાં હજુ સુધી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયું નથી, પરંતુ 2036માં પહેલીવાર ગુજરાતમાં ગેમ્સનો મહાકુંભ યોજાઈ શકે છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર અમદાવાદના પ્રવાસે આવ્યા છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મિશન 2024 અને આવનારી વિધાનસભા ચૂંટણીઓ પર ચર્ચા થશે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભાજપના સુશાસન સાથે લોકો વચ્ચે જશે. 2014 પહેલા ઘણા રાજ્યોમાં ભાજપની પોતાની સરકાર નહોતી, પણ ઘણી જગ્યા પર સરકાર બની છે અને રિપિટ પણ થઈ છે. 

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનો હાથ કોઈ પકડવા માટે તૈયાર નથી. જેની સાથે એક વાર ગઠબંધન કર્યું એ બીજી વાર સાથે આવવા તૈયાર નથી. પ્રિયંકાજીને કહીશ કે બેટીઓએ સાથ નો નારો આપ્યો પણ જ્યારે કોઈ બનાવ બને છે ત્યારે દેખાતા જ નથી. 

અનુરાગ ઠાકુરના કોંગ્રેસ પર પ્રહા
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પ્રહારો કર્યા છે. ઠાકુરે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો હાથ કોઈ પકડવા તૈયાર નથી. એક એક કરીને તમામ કોંગ્રેસનો સાથે છોડે છે. પ્રિયંકા ગાંધીએ લડકી હું લડી શકતી હું નો નારો આપ્યો હતો. દીકરીઓ પર અત્યાચાર થાય છે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે. એકવાર ગઠબંધન કરનારા બીજી વાર કોંગ્રેસને સાથ આપતા નથી. 

અમદાવાદમાં યોજાઈ શકે છે ઓલિમ્પિક ગેમ્સ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. રોડ-રસ્તા માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 6 જેટલા વિશાળ સ્ટેડિયમ અને અન્ય સુવિધાઓ તૈયાર કરાશે. ફૂટબોલ, હોકી, પોલો, સ્કેટીંગ, બાસ્કેટ બોલ જેવી રમતોનું આયોજન થશે. ગુજરાતમાં દસથી પંદર જેટલી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થશે. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનાવાશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે બુલેટ ટ્રેન પહોંચાડવાની યોજના પણ છે. રોડ-રસ્તાની માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ઓલિમ્પિકની તૈયારી પર નિવેદન
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ગુજરાતમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે અને ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બોલી લગાવશે. ભારતની બિડ માટેનો રોડમેપ સપ્ટેમ્બરમાં મુંબઇમાં આયોજિત IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના તમામ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવશે. ભારત 1982માં એશિનય ગેમ્સ અને 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે.

ભારત મોટા પાયે કરી શકે છે G20 બેઠકનું આયોજન
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, 'જો ભારત આટલા મોટા પાયે G20 બેઠકનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે સરકાર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘની સાથે મળીને દેશમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સક્ષમ છે. આપણે બધા જાણીએ છીએ કે, ઓલિમ્પિક સ્લોટ 2032 સુધી બુક છે. પરંતુ 2036માં મને આશા છે અને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બોલી લગવાશે.'

2036 ગેમ્સ માટે બિડ કરવાની ભારતની તૈયારી વિશે બોલતા ઠાકુરે કહ્યું હતું કે, "ભારત તેના માટે સકારાત્મક રીતે બિડ લગાવવા માટે તૈયાર છે. અમારા માટે 'ના' કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યું છે, તો હું તમને ખાતરી આપી શકું છું કે અમે માત્ર ઓલિમ્પિકની યજમાની જ નહીં કરીએ, અમે તેનું મોટા પાયે આયોજન કરીશું. ગેમ્સનું આયોજન કરવાનો આ યોગ્ય સમય છે. જો ભારત મેન્યુફેક્ચરિંગથી લઈને સેવાઓ સુધીના દરેક ક્ષેત્રમાં હેડલાઇન્સ બનાવી રહ્યું છે તો રમતગમતમાં કેમ નહીં? ભારત 2036 ઓલિમ્પિક માટે બિડિંગ પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે."

રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ભૂતકાળમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે ઉત્સુક રહ્યું છે અને આ રાજ્ય પાસે વૈશ્વિક રમતોની યજમાની કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતએ ઘણી વખત ઓલિમ્પિકની યજમાનીમાં રસ દર્શાવ્યો છે. તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે - હોટેલ્સ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બધું જ છે. તેઓ બિડિંગ અંગે ગંભીર છે. તે ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news