મોહન કુંડારિયા મામલે રૂપાલાનો જ ખુલાસો, જાણો રાજકોટમાં રૂપાલા બદલાશે કે નહીં?
Parsottam Rupala Controvery : રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવાની વાત પર વિવાદ થતા પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોહન કુંડારિયા વિશે મોટી સ્પષ્ટતા કરી
Rajputs Boycott BJP : રાજકોટમાં રૂપાલા સામે વિવાદ વધતો જ જાય છે. રાજકોટ એ ભાજપની સેફ બેઠક હોવા છતાં અહીંનો વિવાદ રાજ્યભરને અસર કરે તેવી સંભાવના વચ્ચે ભાજપ પણ ફફડ્યું છે. ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ચર્ચામાં આવી ગયેલા ભાજપના રાજકોટથી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે એ વાતને નકારી કાઢી હતી કે તેમને દિલ્હીથી કોઈ તેડું આવ્યું છે. ખુલાસો કરતાં તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ. તેમણે દાવો કર્યો હતો કે ક્ષત્રિય સમાજ મને માફ કરશે.
મને કોઈએ દિલ્હીથી બોલાવ્યો નથી
ક્ષત્રિય સમાજનો રોષ આસમાને પહોંચી જતાં પરસોતમ રૂપાલાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. આ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પહેલી વાત તો એ છે કે, મને કોઈએ દિલ્હીથી બોલાવ્યો નથી. 3 અને 4 તારીખે કેબિનેટ બેઠક હોવાથી દિલ્હી જવાનો છું. જે પણ ફેરફાર કરવાના હોય તે અધિકાર પાર્લામેન્ટરી બોર્ડનો હોય છે. અહીં કોઈએ અટકળો ન કરવી જોઈએ. ફેરફાર કરવાનો હશે તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. મોહન કુંડરિયાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું છે તે નિશ્ચિત છે. ઉમેદવાર બદલવાની વાત મારી અને પાર્ટી વચ્ચે રહેવા દો.
રૂપાલાએ ક્ષત્રિયોને યાદ કરાવ્યો ક્ષાત્ર ધર્મ, પ્રેસ કોન્ફરન્સમાં વટથી કહી આ વાત
ક્ષત્રિય સમાજ વિશે શું બોલ્યાં?
ક્ષત્રિય સમાજ દ્વારા થઇ રહેલા વિરોધ વચ્ચે રૂપાલાએ કહ્યું કે દરેક સમાજને વિરોધ કરવાનો અધિકાર છે. તેમને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. પુરશોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે મોહન કુંડારિયા ઉમેદવાર તરીકે નહીં પણ ડમી તરીકે ફોર્મ ભરવાના છે. મને દિલ્હીથી કોઇએ નથી બોલાવ્યો પણ હું કેન્દ્ર સરકારના કામથી આગામી 3 અને 4 એપ્રિલે ત્યાં જવાનો છું.
રૂપાલા વન વે જીતે છતાં ભાજપને કેમ લાગ્યો ડર? એમ જ નથી આવ્યું દિલ્હીનું તેડું
ખુદ દિલ્હીથી અસંતુષ્ટો પર નજર
રૂપાલાએ ટિપ્પણી કરતાં વિવાદ થયો છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે, સાઈડલાઈન કરાયેલાં નેતાઓ જ રૂપાલા વિવાદની આગ પર કેરોસીન છાંટી રહ્યા છે. તેઓ ઇચ્છે છેકે, આ વિવાદ વધુને વધુ વકરે અને ભાજપને ચૂંટણીમાં નુકશાન થાય. બીજી તરફ, આ વિવાદ વકરતાં ખુદ દિલ્હીથી અસંતુષ્ટો પર નજર રાખવામાં આવી રહી છે. રજેરજની માહિતી દિલ્હી મોકલવામાં આવી રહી છે. મહત્વની વાત એછેકે, નારાજ કેટલાંય નેતાઓ આ મામલે હરફ ઉચ્ચારવા તૈયાર નથી.
રાજકારણનો અજીબ ખેલ! રૂપાલાનો વિવાદ વધતા જ આ ભાઈને ઉમેદવારીમાં રસ પડ્યો