રાજકારણનો અજીબ ખેલ! રૂપાલાનો વિવાદ વધતા જ આ ભાઈને ઉમેદવારીમાં રસ પડ્યો

Rajputs Boycott BJP : રાજકોટ બેઠક પરથી ઉમેદવારી માટે મોહન કુંડારિયાએ શરૂ કરી તૈયારી... ઉમેદવારી પત્ર ભરવા સર્કિટ હાઉસ સહિત દરેક જગ્યાએથી લીધા નો ડ્યુ સર્ટિફિકેટ.... ભાજપના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે વિરોધ

રાજકારણનો અજીબ ખેલ! રૂપાલાનો વિવાદ વધતા જ આ ભાઈને ઉમેદવારીમાં રસ પડ્યો

Parshottam Rupala Controversy : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં લાંબા સમય બાદ પહેલીવાર હલચલ જોવા મળી રહી છે. આ લડાઈ બે પક્ષની નથી, પણ અંદરોઅંદરની છે. પરસોત્તમ રૂપાલાને હટાવવા માટે સળગાવેલી આગ હવે દિલ્હી સુધી પહોંચી છે. રાજકોટમાં રૂપાલા બદલાય કે નહિ બદલાય તે તો સમય બતાવશે, પરંતું તે પહેલા રાજકોટમાં વિવાદ વચ્ચે રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. મોહન કુંડારીયાએ ઉમેદવારી કરવા તૈયારીઓ કરી હેય તેવી સૂત્રો તરફથી માહિતી મળી છે. મોહન કુંડારીએ નો ડયુ સર્ટિફિકેટ પણ લીધા હોવાની માહિતી મળી છે.

રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મોહન કુંડારીયા ઉમેદવારી કરવા તૈયારીઓ શરૂ કરી છે. કુંડારીયા હાલ રાજકોટથી ભાજપના સાંસદ છે. પરંતુ ભાજપે તેમની ટિકિટ કાપીને પેરાશૂટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. મોહન કુંડારીયા સર્કિટ હાઉસ વગેરે જગ્યાઓથી નો ડયુ સર્ટિફિકેટ લીધા હોવાનું ચર્ચા છે. જે ઉમેદવારીપત્ર ભરવા માટે કોઈ સરકારી લેણુ બાકી નથી તે દર્શાવવામાં આવે છે. 

ગ્રાન્ટ વાપરવામાં કુંડરિયા નબળા તેવો રિપોર્ટ
તાજેતરમાં 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતી એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડની ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ ના કર્યો હોવાનું ADR ના રિપોર્ટમાં સામે આવ્યું છે. ગુજરાતના 26 સાંસદોએ કંજુસાઈ દર્શાવતા તેમને મળતી કુલ રકમના માત્ર 49.77 ટકા ફંડ જ વાપરી શક્યા છે. 26 પૈકી રાજકોટના સાંસદ રહેલ મોહન કુંડરિયા ગ્રાન્ટ વાપરવામાં સૌથી નબળા પુરવાર થયા છે. તેમણે 17 કરોડ માથી માત્ર 5 કરોડની ગ્રાન્ટ જ વિસ્તારના વિકાસ માટે MP lAD ગ્રાન્ટ માથી વાપર્યા છે.

મોહનભાઈ આવે તો વેલકમ : પી.ટી.જાડેજા 
રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મોહનભાઈને ક્ષત્રીય સમાજ વધાવી લેશે અને સારી લીડથી જીતાડી શકશે. ટીકીટ કોને આપવી ક્ષત્રીય સમાજ નક્કી નહી કરે ભાજપ નક્કી કરશે. ક્ષત્રિય સમાજ આ વાતને સ્વીકારશે, ક્ષત્રિય સમાજની એક જ માંગ રૂપાલા હટાવો. 

તો સવાલ એ છે કે શુ ભાજપ પરસોત્તમ રૂપાલા પાસેથી ઉમેદવારી પરત ખેંચીને મોહન કુંડારિયાને આપશે કે નહિ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news