Rajputs Boycott BJP : હાલ ગુજરાતના રાજકારણમાં હાલ સૌથી વધુ ચર્ચાતો મુદ્દો પરસોત્તમ રૂપાલાા છે. રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવવાની ક્ષત્રિય સમાજની માંગ વચ્ચે ગુજરાતભરમાં આક્રોશ છે, ત્યારે આ વચ્ચે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ કરીને મોટો ખુલાસો કર્યો છે. ત્યારે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને શું સંદેશો આપ્યો તે જુઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મને કોઈએ દિલ્હીથી બોલાવ્યો નથી
ક્ષત્રિય સમાજનો રોષ આસમાને પહોંચી જતા પરસોતમ રૂપાલાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. આ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પહેલી વાત તો એ છે કે, મને કોઈએ દિલ્હીથી બોલાવ્યો નથી. 3 અને 4 તારીખે અનામત રાખી હતી. મારે અમદાવાદ જવાનું હતું. પરંતુ કેબિનેટ હોવાથી દિલ્હી જવાનો છું. જે પણ ફેરફાર કરવાના હોય તે અધિકાર પાર્લામેન્ટરી બોર્ડનો હાય છે. અહી કોઈએ અટકળો ન કરવા જોઈએ. ફેરફાર કરવાનો હશે તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. મોહન કુંડરિયાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું છે તે નિશ્ચિત છે. ઉમેદવાર બદલવાની વાત મારી અને પાર્ટી વચ્ચે રહેવા દો.


રૂપાલા વન વે જીતે છતાં ભાજપને કેમ લાગ્યો ડર? એમ જ નથી આવ્યું દિલ્હીનું તેડું



આ વિષય પર ડિબેટ કરવાથી કોઈ અંત નહિ આવે
ક્ષત્રિય સમાજની માફી વિશે કહ્યું કે, મેં તો મારુ સ્ટેન્ડ પહેલા જ દિવસે ક્લિયર કર્યુ હતું. મારાથી શાબ્દિક ભૂલ થઈ હતી, તેની સામે મે માફી માંગી હતી. મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ માફી પણ આપી હતી. તે વિષય પૂરો થયો હતો. હવે તેમના વિષયને લીધે તેઓએ પાર્ટી સામે માંગણી કરી હશે. એ સમાજ અને પાર્ટી વચ્ચનો વિષય છે. તેમાં મારે વચ્ચે પડવાનું ન હોય. દરેક સમાજને પોતાની વાત કરવાના પણ અધિકાર હોય છે. વિપક્ષને પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાના અધિકાર હોય છે. સમાધાન થાય, ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેટલા માટે તો મેં માફી માંગી છે. ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ સમાજ માફી આપે તેવુ અમે અને આગેવાનો કહી રહ્યાં છે. મને એવુ લાગે છે આ વિષય અહી અટકાવી દેવો જોઈએ. તેના પર ડિબેટ કરવાથી કોઈ અંત નહિ આવે. 


રાજકારણનો અજીબ ખેલ! રૂપાલાનો વિવાદ વધતા જ આ ભાઈને ઉમેદવારીમાં રસ પડ્યો


પ્રેસ કોન્ફરન્સમાં બોલાચાલી
બીજી તરફ, પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ ભાજપ સમર્પિત ક્ષત્રિય મહિલા અગેવાનને રૂપાલાને મળતા રોકતા બોલાચાલી થઈ હતી. પોલીસે મહિલા આગેવાનને રોકતા પરસોતમ રૂપાલા અને રમેશ રૂપાપરાએ ક્ષત્રિય મહિલાને સમજાવવાના પ્રયાસો કર્યા હતા.