વડોદરા : શહેરના વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીના પૂર્વ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પર ફિઝીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઇ છે. કારમાં તેમજ દિલ્હીમાં યોજાયેલ સેમિનાર દરમિયાન બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલા પર પારૂલ યુનિવર્સિટીના ફિઝીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલ ડૉ. નવજોત ત્રિવેદીએ કારમાં તેમજ દિલ્હીમાં યોજાયેલ સેમિનાર દરમિયાન બેભાન કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કેન્દ્રીય કાપડમંત્રી દ્વારા સિટેક્ષ એક્સ્પોનું ઉદ્ધાટન, આ પાટીલનાં કર્યા ભરપેટ વખાણ

વાઘોડિયા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરજ દરમિયાન બંન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. સંપર્ક દરમિયાન ડૉ.નવજ્યોત ત્રિવેદી મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પાસે બિભત્સ માંગણીઓ કરી હતી. આ સાથે નોકરીમાંથી છુટી કરી દેવાની ધમકીઓ પણ આપી હતી. આ ઉપરાંત બંન્ને વચ્ચે મેસેજથી થયેલી વાતચીત પણ વાયરલ કરવાની ધમકી આપી હતી. નવજોત ત્રિવેદીએ કારમાં તેમજ ગત્ત વર્ષે યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી અને અન્ય સ્ટાફ સાથે દિલ્હી ગયા હતા. જ્યાં તેમણે તું મને બહુ ગમે છે? તેવી વાતો કરી હતી. આ ઉપરાંત કારકિર્દી ખરાબ કરી દેવાની ધમકી આપીને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું હતું.


ઘર કા ભેદી લંકા ઢાયે: કંપનીના 44 લાખ લૂંટાયાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું જ નામ ખુલ્યું

ફરિયાદ કરતા પહેલા મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે વાઘોડિયા પોલીસ મથકે અરજી આપી હતી. જે અરજીની લાંબી તપાસ બાદ વાઘોડિયા પોલીસ મથકે પારૂલ યુનિવર્સિટીના ફિઝીયોથેરાપીના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.નવજોત ત્રિવેદી વિરુદ્ધ વાઘોડિયા પોલીસ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. નવજોતની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચેટિંગ સહિતની ટેક્નિકલ બાબતોના આધારે તપાસ આદરવામાં આવી છે. જરૂરી પુરાવાઓ એકત્ર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube