સુરતમાં કેન્દ્રીય કાપડમંત્રી દ્વારા સિટેક્ષ એક્સ્પોનું ઉદ્ધાટન, આ પાટીલનાં કર્યા ભરપેટ વખાણ
Trending Photos
ચેતન પટેલ/સુરત : સુરત સરસાણા ખાતે આજે સિટેક્ષ એક્સપોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ વચ્ચે સ્મૃતિ ઈરાનીએ એક્સપોના વક્તવ્યમાં એક સ્ટોલ ધારકના વખાણ કર્યા હતા. આ વખાણ મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા ૧૨ વર્ષથી સુરતમાં રહેતા ચંદ્રકાંત પાટીલના કર્યા હતા.
ચંદ્રકાંત પાટીલએ ધો 10 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન lockdown ના કારણે તેઓ બેકારીનું જીવન ગુજારતા હતા. Lockdown માં ઘરે બેસી રહી ચંદ્રકાંતભાઈ પોતાની હુન્નર બતાવ્યું હતું. તેમના દ્વારા બે મહિનાની મહેનતના અંતે એક કાપડનું મશીન બનાવવામાં આવ્યું હતું. મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ ઉપયોગ કરી તેમને સુરતના અલગ-અલગ વિભાગમાંથી મશીનને લગતા tools મંગાવ્યા હતા.
Youtube પરથી વિડીયો જોઇને તેઓએ આ મશીન બનાવ્યું હતું. અંદાજિત 200 થી વધુ વાર youtube પર વિડિયો પ્લે કરી મશીન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આ દરમિયાન તેમની પાસે મશીનના પૂરતા રૂપિયા પણ ન હતા. જેથી તેમને પોતાની પત્નીના ઘરેના ગીરવે મૂકી તથા વ્યાજે રૂપિયા લઇ આ મશીન બનાવવામાં આવ્યું હતું. મશીનની ખાસિયત એ છે કે બહાર આજ મશીનની કિંમત રૂપિયા ૪૮ લાખ છે. જ્યારે મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ વાપરતા આ મશીન માત્ર 24 લાખ રૂપિયામાં તેમને વેચાણ માટે મૂકયુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે