Navsari Accident : 2022 ના છેલ્લા દિવસે ભયાનક અકસ્માત, પ્રમુખ સ્વામી મહોત્સવથી પરત ફરતા જ હતા અને મોત સામે દેખાયું
Gujarat Navsari Road Accident : નવસારી નેશનલ હાઈવે 48 પર કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત... વેસ્મા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે મોત... અકસ્માતમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુખ... પીએમએ સહાય જાહેર કરી
Gujarat Navsari Road Accident : 2022 નું વર્ષ ભારે ઉથલપાથલ વાળું રહ્યું, ત્યારે જતા જતા વર્ષના અંતિમ દિવસે ગુજરાતમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી, જેથી બસના ચાલકને હાર્ટ-એટેક આવી ગયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8 લોકોનાં તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે નજર સામે મોત જોઈને બચી ગયેલા બસના મુસાફરોએ કહ્યુ હતું કે, પ્રમુખસ્વામીના આશીર્વાદ છે કે અમે બચી ગયા.
PM એ મૃતકોના પરિવારજનોએ સહાય જાહેર
નવસારી નેશનલ હાઈવે 48 પર કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. વેસ્મા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે, તો અકસ્માતમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું. તો PM મોદીએ કરી મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતોને નવુ વર્ષ ફળ્યું, શિયાળામાં દિવસે વીજળી આપવા અંગે થઈ મોટી જાહેરાત
નવસારીમાં ગોઝારો અકસ્માત : કાર અને બસની ટક્કરમાં 9 લોકોના મોત, 30 ઈજાગ્રસ્ત
સૌથી વધુ 956 દારૂ પીધેલા ગુજરાતની આ બોર્ડરથી પકડાયા, વલસાડ પોલીસે સપાટો બોલાવ્યો
અકસ્માતમાં માર્યા ગયેલા મૃતકોના નામ
1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર
2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ
3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ
4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ
5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ
6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ
7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત
8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ
9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ
બસમાં સવાર લોકો પ્રમુખ સ્વામી મહોત્સવમાં ગયા હતો
કારમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીમાં કામ કરતા હતા. આ તમામ 9 યુવકો પ્રો લાઇવ ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતા હતા. કારમાં સવાર એક યુવકનો જીવ બચ્યો છે, જેને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. તો બીજી તરફ, બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની. કોલેકના ગ્રામજનો અમદાવાદના પ્રમુખ સ્વામી નગરમાં દર્શનાર્થે ગયા હતા. અકસ્માતને નજરે જાનાર બસના ચાલકે કહ્યું- સવારે શાંત માહોલમાં અચાનક ગાડી સામે આવી અને બૂમાબૂમ શરૂ થઈ હતી. પ્રમુખસ્વામી નગરમાંથી અમે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પ્રમુખસ્વામીના આશીર્વાદથી અમે બચી ગયા હતા.
આ પણ વાંચો : ઉદ્યોગપતિ પરિવારમાં માતમ, હાથની મહેંદી ન ઉતરી અને BMW કાર અકસ્માતમાં વહુનું મોત