Navsari Accident : નવસારીમાં ગોઝારો અકસ્માત : કાર અને બસની ટક્કરમાં 9 લોકોના મોત, 30 ઈજાગ્રસ્ત

Gujarat Navsari Road Accident : નવસારી નેશનલ હાઈવે 48 પર કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત... વેસ્મા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે મોત... અકસ્માતમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા...     

Navsari Accident : નવસારીમાં ગોઝારો અકસ્માત : કાર અને બસની ટક્કરમાં 9 લોકોના મોત, 30 ઈજાગ્રસ્ત

Accident News ધવલ પારેખ/નવસારી : નવસારીના વેસ્મા નજીક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ દોડતી ફોર્ચ્યુંનર કાર ડીવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો કુલ 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત દરમિયાન બસના ડ્રાઈવરને પણ હાર્ટ એટેક આવ્યો હતો, જેમનુ મોત નિપજ્યું છે. 

બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા કાર સાથે ટક્કર થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી બસ સુરતથી વલસાડ તરફ જઈ રહી હતી. ત્યારે ફોરર્યુનર કાર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોરચ્યુનર કારમા સવાર તમામ 8 યુવકોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ, બસમાં સવાર ડ્રાઈવરનું અકસ્માત અને હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. બસમાં સવાર 30 લોકોને નાની મોટી ઈજા થતા તમામને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો સામાન્ય ઈજા પામનાર લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા છે. બસના ડ્રાઇવરને હાર્ટ અટેક આવતા બસ fortuner કાર સાથે અથડાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

મૃતકોના નામ  મૃતકોના પૂરા નામ
1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર
2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ
3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ
4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ
5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ
6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ
7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત
8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ
9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ

આ પણ વાંચો : 

કારમા સવાર યુવકો કેમિસ્ટ હતા 
કારમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીમાં કામ કરતા હતા. આ તમામ 9 યુવકો પ્રો લાઇવ ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતા હતા. કારમાં સવાર એક યુવકનો જીવ બચ્યો છે, જેને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. તો બીજી તરફ, બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની. કોલેકના ગ્રામજનો અમદાવાદના પ્રમુખ સ્વામી નગરમાં દર્શનાર્થે ગયા હતા. 

નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ 
વેસ્મા ગામ નજીક અકસ્માતની ઘટના બનતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના બનતા જ નવસારી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ક્રેનની મદદથી બસને સાઈડ ઉપર કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે સેવા બજાવતા જોવા મળ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news