પાટણઃ પાટણ જિલ્લામાં આજે કોરોના વાયરસના ત્રણ કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. સિદ્ધપુર તાલુકાના 4 ગામ તથા એક સોસાયટીને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે. આજે સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે ત્રણ કોરોના પોઝિટિવના મામલા સામે આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધપુરના ચાટાવાડા, સમોડા, નેદ્રા તેમજ તમન્ના સોસાયટીને કલસ્ટર જાહેર કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર સિદ્ધપુરમાં સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પાટણના સિદ્ધપુર તાલુકામાં અત્યાર સુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ આવ્યા છે. આ તમામ લોકોને ઘારપુર આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. 


કોરોના વાયરસ સંક્રમણની કામગીરી સંભાળતા કર્મચારીનું મૃત્યુ થાય તો 25 લાખની સહાયઃ અશ્વિની કુમાર


ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલા પોઝિટિવ કેસ
અમદાવાદના 77
સુરતમાં 19
રાજકોટમાં 10
વડોદરામાં 12
ગાંધીનગરમાં 13
ભાવનગરમાં 14
કચ્છમાં 2
મહેસાણામાં 2
ગીર સોમનાથમાં 2
પોરબંદરમાં 3
પંચમહાલમાં 1
પાટણમાં 5
છોટાઉદેપુર 1
જામનગરમાં 1
મોરબીમાં 1
સાબરકાંઠા 1 
આણંદ 1


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર