Loksabha Election 2024: સરસ્વતી તાલુકાના પાટણ ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ચૂંટણી પ્રચાર પ્રચારની જાહેર સભા ભાજપ સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિના કાર્યો ગણાવી સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં Twist: રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...


લોકસભા ચૂંટણીનું 7મી તારીખે મતદાન થવાનું છે. ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણી માહોલ બરાબર જામી રહ્યો છે સભાઓ અને બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે આજે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પાટણ ગામે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીની ચૂંટણી પ્રચારની જાહેર સભા અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. 


ગુજરાતના પાટનગરમાં ધમધમતી હતી ડ્રગ્સની ફેક્ટરી, અહીંથી આખા દેશમાં સપ્લાય થતો હતો માલ


અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણી લક્ષી કોઈ મુદ્દા જ નથી માટે અલગ અલગ વાતો કરી રહ્યું છે. ગુજરાતમાં છાશ વારે કોમની હુલ્લડો થતા હતા. કોંગ્રેસે પાર્ટી એ ભારતને લૂંટવા સિવાય કંઈ કામ કર્યું નથી. આ લોકસભાની ચૂંટણી મારી તમારી નથી આ ચૂંટણી આપણા આવનારા ભવિષ્યની ચૂંટણી છે. આ ચૂંટણી વિકાસની ચૂંટણી છે. કોંગ્રેસનું કામ હોબાળા કરવાનું છે. 


મહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયત


અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આવનારો યુગ મોદી યુગ છે. ક્યારે દરેકે દરેક લોકોએ નરેન્દ્ર મોદીને જીતાડવાનું નક્કી કર્યું છે. દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે લોકોની સુખાકારી વધારી છે તેનો હિસાબ લઈને પ્રજા સમક્ષ આવ્યા છીએ. 


હાઇબ્રિડ કાર ખરીદવી હોય તો પૈસા રાખો તૈયાર! આવનારા મહિનામાં થશે 5 કારની એન્ટ્રી


ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિરોધ માત્ર એક નેતા સામે જ છે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રત્યે આ સમાજને ખૂબ સન્માન છે. દરેક સમાજના લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે. ગુજરાતની જનતાએ ભૂતકાળનું ભ્રષ્ટ શાસન અણગઢ વહીવટ અને તોફાનો વાળું ગુજરાત જોયું છે. નરેન્દ્ર મોદીના શાસનનો દેશ અનેક ઊંચાઈઓ સર કરી રહ્યો છે. 


જો વિદ્યાર્થી શાળા બદલે તો તેની પાસેથી નવા સત્રની ફી લઈ શકાશે નહીં, વિગતો ખાસ જાણો


ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં છાસવારે કોમી હુલ્લડો થતા હતા. દેશ અને ગુજરાતને લૂંટવાનું કામ 70 વર્ષ સુધી કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસમાં જોડાયા બાદ માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ હું થાકી ગયો એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. નરેન્દ્ર મોદી એક યુગપુરુષ માણસ છે માટે હજારો કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે હું તો એ સમયે એક બાળક હતો.