પ્રેમલ ત્રિવેદી/પાટણ: આદ્યશક્તિ માં જગદંબા ભવાનીના નવલા નોરતાનો પ્રારંભ થઇ ગયો છે આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રી જગતજનની માં અંબાની ભક્તિનું પર્વ શરૂ થયું છે ત્યારે દિવસેને દિવસે નવલા નોરતાનો રંગ જામ્યો છે. આજે જોઈએ પાટણ ના ગુર્જરવાડાના દોરી ગરબા, દોરી ગરબા રમવા એ એક કળા છે. પ્રાચીન સમયમાં ઢોલક, તબલા મંજીરાના તાલે દોરી ગરબા રમાતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૈનિક રાશિફળ 8 ઓક્ટોબર: આ રાશિના જાતકોને શેર-સટ્ટામાં મોટો લાભ, જાણો આજનું રાશિફળ


ગુર્જરવાડા માં રમાતા દોરી ગરબા ની વીસેસતા એ છે કે દોરી ગરબા ની સુંદરતા એ એનું મહત્વ ખેલૈયાઓ રમતા હોય ત્યારે એની ગૂંથણી મહત્વ ની છે હાથમાં દોરી પકડી અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદર ની તરફ રમે છે તો અડધા બહાર ની તરફ ગોળ ઘૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે, દોરી ગરબા રમવા એ આવડત ભરી કળા છે જેમાં ચાલુ ગરબે ખેલૈયાઓ બદલાતા પણ હોય છે. સંપૂર્ણ ગરબા રમાય ત્યાં સુધી દોરી છેક નીચે સુધી ગૂંથાય છે જે ગૂંથણી છોડવા માટે પણ ગરબે રમવું પડે છે. ખેલૈયાઓ દોરીનો હાથ બદલો કરે છે જેથી ગરબા રમતા જાય તેમ તેમ ગૂંથણી છૂટતી જાય આમ ભાતીગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતા દોરી ગરબા એ સાંસ્કૃતિક વારસા સમાન છે જોકે આ વારસો હવે અમુક જગ્યા એ જ જળવાઈ અને સચવાઈ રહ્યો છે..


સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા


બધા ખેલૈયાઓ માટે દોરી ગરબા રમવું એ આસાન નથી પાટણ ના ગુર્જરવાડામાં હજુ પણ દોરી ગરબા સચવાયેલા છે અને દર વર્ષે આ ગરબા રમવાની પરંપરા જળવાઈ રહી છે અહીંના ખેલૈયાઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન અમુક દિવસે દોરી ગરબા અચૂક રમે છે જેથી આ પરંપરા પેઢીગત જળવાઈ રહે અને કળા જીવંત રહે જોકે નવા ખેલૈયા કે અજાણ્યા લોકો માટે દોરી ગરબા રમવા અંત્યત કઠિન છે દોરી ગરબા એ આઠ, બાર કે ચોવીશ દોરીના હોય છે જે એક ગોળ પાટિયા માં ઘડિયાળના આંકડાની જેમ થોડા થોડા અંતરે બાંધેલી હોય છે. 


હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, રેડ એલર્ટ જાહેર


પાટીયાની ઉપર મધ્યભાગે લોખન્ડનું કડું લગાવેલ હોય છે જેને દોરડા વડે મેદાનમાં ઊંચે બાંધવામાં આવે છે. આમ ગરબાની દોરી નીચેની તરફ ઉતરતી હોય જેને ખેલૈયાઓ એક હાથે પકડે છે. ખેલૈયાઓ બીજા હાથમાં તાલ આપવા માટે દાંડિયા રાખે છે. જેમાં અડધા ખેલૈયાઓ જમણા હાથે દોરી પકડે છે અને અડધા ડાબા હાથે જેથી ગરબામાં સામ સામે તાળી આપીને રમી શકાય. આ ગણતરીપૂર્વકના ખેલૈયાઓ ચોક્કસ અંતરથી ગરબે રમતા હોય છે.


ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા


ગુર્જરવાડા માં રમાતા દોરી ગરબા સૌ કોઈને જોવાનું મન થાય દેશી ઢોલના તાલે અને સ્થાનિક ભજનિક દ્વારા ગરબા ગવાય છે એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ગવાતા અને રમતા ગરબાની ઝલક આજે પણ શહેરી વિસ્તારમાં જોવા મળી રહી છે.