સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, મોટી સંખ્યામાં લોકો અટવાયા, કાર્ડ બનાવવામાં થઈ રહી છે મુશ્કેલી
સુરતમાં આયુષ્માન કાર્ડ બનાવવા માટેનું સર્વર ઠપ્પ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યાં બાદ પણ કાર્ડ ન બનતા લોકો પરેશાન થયાં છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરતમાં આયુષ્યમાન કાર્ડનું સર્વર ઠપ થતા દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે.. છેલ્લા એક અઠવાડિયાથી શહેરના તમામ હેલ્થ સેન્ટર, સરકારી,ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડનું સર્વર ઠપ છે.. સર્વર ઠપ થઈ જતા નવા આયુષ્યમાન કાર્ડ બનાવવા માગતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.. શા માટે વારંવાર સર્વર ઠપ્પ થઈ રહ્યા છે જુઓ આ રિપોર્ટ..
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ
હજારો લોકોને પડી રહી છે હાલાકી
સરકારી યોજનાનો લાભ મળશે કેવી રીતે?
સરકારે શરૂ કરેલી આયુષ્યમાન કાર્ડ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સ્વરૂપ છે.. આ આયુષ્યમાન કાર્ડ તકી લોકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવતી હોય છે અને આયુષ્માન સહિતના કાર્ડ હેઠળ ગંભીર બીમારીઓની સારવાર પણ નિઃશુલ્ક કરવામાં આવી રહી છે.. પરંતુ ટેક્નિકલ કારણસર સમગ્ર સુરતમાં દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે..
શહેરનાં મનપા હેલ્થ સેન્ટર, સિવિલ, સ્મીમેર સહિત તમામ ખાનગી હોસ્પીટલોના આયુષ્યમાન કાર્ડ સેન્ટરો પર સર્વરની સમસ્યા એક અઠવાડિયાથી સર્જાય છે.. આયુષ્યમાન કાર્ડ બનાવવા આવતા દર્દીઓ ધક્કા ખાઈ રહ્યા છે. વહેલી તકે સર્વર કાર્યરત કરવામાં આવે અને દર્દીને સમયસર સારવાર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે..
શહેરમાં સુરત મહાનગરપાલિકાના તમામ 60 આરોગ્ય હેલ્થ સેન્ટર પર આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે.. સાથે જ શહેરની 70 ખાનગી હોસ્પિટલ, કોન્ટ્રાક્ટર 5 સેન્ટરો પર આ કામગીરી કરવામાં આવે છે.. સિવિલ, સ્મીમેર હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી થતી હોય છે.. આમ આખા શહેરમાં 135 જેટલા આયુષ્યમાન કાર્ડ સેન્ટરો આવેલા છે.. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સર્વરની સમસ્યા સર્જાતાં તમામ સેન્ટરો પર આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ છે.. ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકો જ્યારે આયુષ્યમાન કાર્ડની કામગીરી કરવા માટે આ સેન્ટરો પર પહોંચે છે ત્યારે ઓપરેટર દ્વારા એક જ જવાબ મળે છે કે સર્વર બંધ હોવાના કારણે કામગીરી બંધ છે..
મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ થકી હાર્ટ, કિડની, લીવર, મગજ, કેન્સર સહિતના દર્દીઓની નિશુલ્ક સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવતી હોય છે જેથી ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને લાખો રૂપિયાનો આર્થિક ફાયદો થતો હોય છે.. પરંતુ આ લાભ લેવા માટે આયુષ્યમાન કાર્ડ જરૂરી છે.. છેલ્લા એક અઠવાડિયામાં હજારો લોકોને આયુષ્યમાન કાર્ડ સેન્ટરોના ધક્કા ખાવાની નોબત પડી છે.. આયુષ્યમાન કાર્ડ ની કામગીરી ક્યારે શરૂ થશે તેઓ કોઇ ચોક્કસ જવાબ પણ લોકોને મળતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે