Yemen Attack Israel: હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું

મિસાઈલ હુમલાઓ બાદ મધ્ય ઈઝરાયેલમાં સાઈરનો વાગવા લાગી. સરકારે સુરક્ષા ખાતર ઈઝરાયેલમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. આઈડીએફએ  જણાવ્યું કે યમનના મિસાઈલ હુમલાઓને લાંબા અંતરની મિસાઈલ રક્ષા પ્રણાલીથી નિષ્ફળ કરાયો.

Yemen Attack Israel: હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું

ઈઝરાયેલ પર દુશ્મન દેશોએ હુમલાનો મારો કરવા માંડ્યો છે. ઈરાન, લેબનોન બાદ હવે યમને પણ ઈઝરાયેલને નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલની સેના (IDF) એ કહ્યું કે યમને ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલ છોડી છે. આઈડીએફએ કહ્યું કે ઈઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક આ હુમલાને નિષ્ફળ કર્યો છે. 

યમનના મિસાઈલ હુમલાઓ બાદ મધ્ય ઈઝરાયેલમાં સાઈરનો વાગવા લાગી. સરકારે સુરક્ષા ખાતર ઈઝરાયેલમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. આઈડીએફએ  જણાવ્યું કે યમનના મિસાઈલ હુમલાઓને લાંબા અંતરની મિસાઈલ રક્ષા પ્રણાલીથી નિષ્ફળ કરાયો. આ એડવાન્સ્ડ મિસાઈલો, બેલિસ્ટિક મિસાઈલોને વાયુમડળની બહાર જ નષ્ટ કરી નાખે એ રીતે ડિઝાઈન કરાઈ છે. 

— Israel Defense Forces (@IDF) October 7, 2024

આઈડીએફએ પુષ્ટિ કરી કે મધ્ય ઈઝરાયેલમાં વાગતી સાઈરનો યમનથી છોડવામાં આવેલી સરફેસ ટુ સરફેસ મિસાઈલોના કારણે વાગી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news