હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્થાનીની મુશ્કેલીમાં વધારો થયો છે. પાટીદાર અગ્રણી મનોજ પનારાએ કાજલ હિંદુસ્થાની સામે મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી છે. મનોજ પનારાએ બદનક્ષીની લેખિતમાં ફરિયાદ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે પાટિલે ખેલ પાડ્યો! અનેક જૂના જોગીઓની બેઠક મળી, વિરોધને ડામવા ઘડી નાંખી રણનીતિ


તમને જણાવી દઈએ કે, ગત શનિવારે મોરબીના પાટીદાર સમાજે રેલી યોજીને આવેદનપત્ર આપ્યું હતું. જો કે આજે મોરબીમાં પાટીદા સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓની બેઠકમાં પાટીદાર સંમલેન અંગે નિર્ણય લેવામાં આવશે. 


PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર, હસમુખ પટેલે કર્યું ટ્વીટ


થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ની લાગણી છે અને ગત શનિવારે મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાની ને 48 કલાકનું માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.


લાલચોળ રાજપૂતોની આગ શું ભાજપને દઝાડશે? કેટલા જિલ્લામાં પહોંચ્યો રૂપાલા સામે વિરોધ


જોકે તેના દ્વારા માફી માંગવામાં આવી નથી જેથી કરીને આજ કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે અને આજે મોરબીમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓની બેઠક બાદ પાટીદાર સંમેલન માટે લેવાશે નિર્ણય લેવાશે તેવુ આગેવાનો જણાવ્યું છે.