SPG અને PAAS પણ વિદ્યાર્થીઓની પડખે, કહ્યું દરેક પરિક્ષામાં સેટિંગ થાય છે
પોલીસ દમનનો વિરોધ પાસ અને એસપીજી દ્વારા સમગ્ર ઘટના વખોડવામાં આવી હતી. એસપીજી અને પાસ દ્વારા સંયુક્ત રીતે જણાવવામાં આવ્યું હતું કે, આખુ ગુજરાત જાણે છે કે પરીક્ષા ભરતીમાં કૌભાંડો ચાલી રહ્યા છે. જેના કારણે સાચા અને મહેનતુ વિદ્યાર્થીઓને ખુબ જ અન્યાય થઇ રહ્યો છે. પારદર્શકતા સાથે આ સમગ્ર મુદ્દે તપાસ થવી જોઇએ. જો તપાસ યોગ્ય રીતે નહી કરવામાં આવે તે પાસ આંદોલન કરશે. સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થીઓને થઇ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવશે.
અમદાવાદ : પોલીસ દમનનો વિરોધ પાસ અને એસપીજી દ્વારા સમગ્ર ઘટના વખોડવામાં આવી હતી. એસપીજી અને પાસ દ્વારા સંયુક્ત રીતે જણાવવામાં આવ્યું હતું કે, આખુ ગુજરાત જાણે છે કે પરીક્ષા ભરતીમાં કૌભાંડો ચાલી રહ્યા છે. જેના કારણે સાચા અને મહેનતુ વિદ્યાર્થીઓને ખુબ જ અન્યાય થઇ રહ્યો છે. પારદર્શકતા સાથે આ સમગ્ર મુદ્દે તપાસ થવી જોઇએ. જો તપાસ યોગ્ય રીતે નહી કરવામાં આવે તે પાસ આંદોલન કરશે. સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થીઓને થઇ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવશે.
Bin Sachivalay Exam: ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી ગુજરાત સરકાર, જુઓ શું કહ્યું...
જે પ્રકારે ક્રૂરતા પૂર્વક પોલીસે વિદ્યાર્થીઓને દોડાવી દોડાવીને માર માર્યો. વિદ્યાર્થી અનેવિદ્યાર્થીનીનું કોઇ ભાન રાખવામાં નથી આવ્યું તેમાં જ વિદ્યાર્થીઓએ ઘણુ સમજી જવાની જરૂર છે. વિદ્યાર્થીઓ પર કોઇ આરોપીઓ કે અસામાજીત તત્વો હોય તે પ્રકારે દમન ગુજારવામાં આવ્યું તે અયોગ્ય છે. સંવેદનશીલ સરકારનું સંવેદન સ્પષ્ટ રીતે સામે આવી ગયું છે. GPSC નાં 6/11નાં પરિણામમાં પણ ગોટાળા થયા હોવાનો દાવો કવરામાં આવ્યો હતો.
સુરતમાં ઓવરલોડ થઇ જતા લિફ્ટ પાંચમે માળેથી પટકાઇ, 9 લોકો ઘાયલ
#saveGujratstudents: ટ્વિટર પર ટ્રેન્ડ થયો મુદ્દો, રૂપાણી સરકાર પર માછલા ધોવાયા
ઓરલ એક્ઝામ ના સાડાબાર ટકા થી વધારે માર્ક ન હોવા જોઇએ તેવો સરકારનો પરિપત્ર હોવા છતાં 50 ટકાથી વધુ વેઇટેજ આપવામાં આવ્યું છે આ મુદ્દા પર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. પાટીદાર અનામત અંદોલન દ્વારા ૧૦ ટકા આઈપીએસની જે જાહેરાત કરી હતી તેમાં પણ મહિલા ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઇડબલ્યુએસ મા વધારે ઊંચા મેરીટમાં મહિલાઓને લેવામાં આવે છે અને સિવિલ જજ ની પરીક્ષામાં પણ 10% ebc ની જોગવાઈ કરવામાં નથી આવી. upsc અને જીપીએસસીની પરીક્ષાઓમાં પણ કૌભાંડો થયા છે. આ અંગે gpsc ને પણ આવેદનપત્ર અને રજૂઆત કરી છે. જીપીએસસીના એક જ કૌભાંડની વાત કરી છે. જો અમારી વાત માનવામાં નહીં આવે તો દરેક પરીક્ષામાં થયેલા કૌભાંડ અને જે છેડછાડ કર્યા છે એની જાહેરાત પુરાવા સાથે કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube