Patidar Power : ગુજરાતીઓને વિદેશ જવાનો મોહ વધારે હોય છે. તેમાં પણ પાટીદાર સમાજમાં વિદેશ જવાની ઘેલછા વધારે છે. જેમાં ગુજરાતી યુવતીઓ વિદેશ જવા માટે એનઆરઆઈ મુરતિયાને પહેલી પ્રાયોરિટી આપે છે. ભપકાદાર લગ્ન, લાખોનું દહેજ આપીને માતાપિતા દીકરીઓના લગ્ન એનઆરઆઈ મુરતિયા સાથે કરાવે છે. પરંતું વિદેશમાં ગયા બાદ પિક્ચર બદલાઈ જાય છે. વિદેશમાં વસતા પાટીદાર સમાજના યુવક સાથે પુત્રી કરવાની ઘેલછા માતાપિતાને ભારે પડી રહી છે. અમેરિકા-યુકે સિહત વિદેશોમાં વસતા પાટીદાર યુવકો લગ્નના નામે ગુજરાતની દીકરીઓ સાથે છેતરપીંડી કરી રહ્યાં છે. ત્યારે સમાજની દીકરીઓ છેતરાય નહિ તે માટે પાટીદાર સમાજે મોટી પહેલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ જઈને છેતરાઈ રહી છે દીકરીઓ
છેલ્લાં કેટલાક વર્ષોથી વિદેશ જઈને દીકરીઓને દુખ મળી રહ્યું છે. વિદેશમાં લગ્ન કર્યા બાદ પસ્તાવાના કિસ્સા છેલ્લાં એક વર્ષમાં સૌથી વધુ વધ્યા છે. લગ્ન પહેલા તો મુરતિયા અને તેનો પરિવાર એકદમ સારો વહેવાર કરે છે. પરંતુ વિદેશ ગયા બાદ તેમના નાટકો શરૂ થાય છે અને તેમના તેવર બદલાઈ જાય છે. વિદેશ ગયા બાદ દીકરીઓને માનસિક ટોર્ચર કરવાનું શરૂ કરાય છે. બાદમાં તેમને લાગે છે કે તેમનો આ નિર્ણય ખોટો હતો. વિદેશમાં ગયા બાદ યુવતીને ખબર પડે છે કે તેનો પતિ કામધંધો કરતા નથી, અથવા તો તેનો પતિ વ્યસની છે. વર્ષો બાદ દીકરી યાતનાઓ વેઠીને પાછી આવે છે. જેથી હવે પાટીદાર સમાજે કમર કસી છે. છેલ્લાં એક વર્ષમાં સમાજમાં આવા 10 જેટલા કિસ્સા બન્યા હોવાનું સામે આવ્યું છે. 


સુરતની ગલીઓ ચાર પગનો આતંક, સુરતીઓને ઘરની બહાર નીકળવાનો લાગી રહ્યો છે!


પાટીદાર સમાજની પહેલ
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને બચાવવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. આ માટે વિદેશમાં સ્થાયી થયેલા સમાજના સભ્યોનો સંપર્ક કરીને ભારતમાં તેમની ટીમ બનાવાશે. જેમાં અપરિણીત યુવક-યુવતીઓની માહિતી રાખવામાં આવશે. ભારતમાં રહેતા પાટીદાર પરિવારોને વિદેશમાં રહેતા મુરતિયાની સચોટ માહિતી મળી રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે. 


સુરેન્દ્રનગરમાં ભયાનક અકસ્માત : વીજ વાયર અડી જતા ટ્રેક્ટરમાં બેસેલા 3 મજૂરોના મોત


આ માટે એક કમિટી બનાવવામા આવશે. મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં માતાપિતાને દીકરીને વિદેશમાં પરણાવવાનું ઘેલું લાગ્યું છે. જેમાં બાદમાં પસ્તાવાનો વારો આવે છે. આવામાં ગત સપ્તાહે દક્ષિણ વિભાગ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા પસંદગી સંમેલમાં સમાજના વડીલોએ આ નિર્ણય લીધો છે. 


આ ઉપરાંત સમાજના અગ્રણીઓએ સંમેલનમાં જણાવ્યુ હતું કે, પાટીદાર સમાજ ભૂલી ગયો છે કે, વ્યસન બરબાદી લાવે છે. લગ્ન-વરઘોડામાં દારૂના રવાડે ચઢીને ડીજેના તાલે નાચ થઈ રહ્યો છે. જેને રોકવા શ્રીમંત પાટીદાર વર્ગે પહેલ કરવી જોઈએ, જેથી સમાજમાં બદલાવ આવશે. 


બનાસકાંઠાના રામભક્તનું અયોધ્યામાં દર્શન બાદ મોત, રામલલ્લાના દર્શન બાદ ઢળી પડ્યા