Patidar Power : ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ... ગાડી હૈ... પર બીવી નહિ... આજે મોટાભાગના પાટીદાર યુવકોના મનની આ પીડા છે. પાટીદાર સમાજ એટલે ગુજરાતનો સુખી સંપન્ન સમાજ. આ સમાજ હાલ મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. એ છે પરણવા માટે કન્યાઓની અછત. પાટીદાર યુવકોની હાલ પરણવા માટે કન્યા નથી મળી. સમાજમાં કન્યાઓની અછત થઈ પડી છે. આ માટે તાજેતરમાં વીસનગરમાં એક સીતા સ્વંયવર પણ કર્યો, એ પણ ફેલ ગયો. ત્યારે હવે પાટીદાર સમાજે નવી દિશામાં પહેલી કરી છે. પોતાના છોકરાવ વાંઢા રહે એના કરતા નિયમો બદલવા સારા. પાટીદાર સમાજે દીકરીઓની અછતને પગલે સમાજનું બંધારણ બદલ્યું છે. હવે લગ્ન માટે નવા નવા નિયમો લેવામા આવી રહ્યાં છે. સમાજ હવે નવી રાધ ચીંધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોકરીઓ મળતી નથી, એટલે બીજા રાજ્યોથી ખરીદાય છે
હાલ પાટીદાર સમાજની સૌથી મોટી જો ચિંતા દીકરીઓની અછતની છે. દીકરીઓની અછતને લઈ સમાજના અપરિણીત યુવાનોની અન્ય સમાજોમાંથી તેમજ દલાલો મારફતે યુવતીઓ સાથે લગ્ન કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી રહી છે. જેમાં છેતરામણીના કિસ્સા પણ વધી રહ્યાં છે. કેટલાક કિસ્સાઓમાં યુવાનો પરિવાર સાથે દ્રોહ કરી આર્થિક નુકસાન પહોંચાડી પલાયન થઈ જતી હોવાની પણ અનેક ઘટનાઓ બની રહી છે. 


વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા લેવાયો મોટો નિર્ણય


પાટીદાર સમાજમાં રહેલુ ગામોના વાડાપાડા પણ એક મોટુ દૂષણ છે. ગામોના બંધારણની બહાર લગ્ન થાય એવા નિયમોને કારણે આજે કેટલાય પાટીદાર યુવકો કુંવારા રહી ગયા છે. ત્યારે હવે ધીરે ધીરે આ ગામના વાડાબંધીનું દૂષણ પણ દૂર કરવામાં આવી રહ્યું છે. માજમાં રહેલા વિવિધ ગામોના વાડાપાડા દૂર કરી તમામ લેઉવા પાટીદાર એક થવા આહ્વાન કર્યું હતું.


લેઉવા પાટીદાર સમાજની એક પહેલ
ગત વર્ષે ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજે એક નવી પહેલ કરી હતી. જેમાં દીકરીઓની અછતને પગલે સમાજનું બંધારણ બદલ્યું છે. લેઉઆ પાટીદાર સમાજે ગામના વાડાઓનો વ્યાપ વધાર્યો છે. જેમાં 111 ગામની જગ્યાએ હવે 221 ગામનું એક નવુ માળખુ બનાવ્યુ છે. અરવલ્લી જિલ્લાના માલપુરમાં સમાજની મળેલી બેઠકમાં આ નવા ઠરાવને મંજૂરી અપાઈ છે. હવે આ તમામ 221 ગામોમાં લગ્ન માટે પસંદગી મેળા સહિત સમૂહ લગ્ન, નોકરી-ધંધા માટે પ્રથમ ક્રમાંકે રહે તે માટે સમાજ મક્કક બન્યો છે.


પાટીદારોના સીતા સ્વંયવરનો ફિયાસ્કો : 500 રામની સામે માત્ર 40 સીતા આવી


પાટીદારોમાં કન્યાઓની સંખ્યા ઘટી
આજથી 23 વર્ષ પહેલાં 2001માં વસ્તી ગણતરી વખતે વિસનગરમાં 0 થી 6 વર્ષના બાળકોમાં 1000 દીકરાઓને જન્મદર સામે 713 દીકરીઓ સાથે સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે હતું. આ સિવાય મહેસાણા,ઊંઝા ની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. એટલે કે તે સમયે ઉત્તર ગુજરાતના આ વિસ્તાર સ્ત્રી ભૃણ હત્યાનું એપી સેન્ટર હતું. જેની અસર આજે આ વિસ્તારમાં કન્યાઓની ખેંચ સ્વરૂપે દેખાઈ રહી છે. ત્યાર બાદ વર્ષ 2011 માં પણ આ સ્થિતિમાં કોઈ ખાસ સુધાર ન આવ્યો. આ સ્થિતિમાં સ્થાનિક પાટીદાર દીકરીઓની પહેલી પસંદ વિદેશમાં વસતા કે સરકારી નોકરી કરતા યુવાનો હોવાને કારણે સ્થાનિક યુવાનો સામે લગ્ન માટે કન્યા મેળવવી જટીલ પ્રશ્ન બની ગયો. ત્યારે હવે સમગ્ર દેશમાં વસતા પાટીદાર સમાજને કુર્મી પાટીદાર મહાસભાના નેજા તળે એક મંચ ઉપર લાવી અન્ય રાજ્યની યુવતીઓ સાથે સ્થાનિક યુવાનોના લગ્ન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. 


દૂધ પીતી કરવાની અસર આજે દેખાઈ રહી છે 
ભૂતકાળમાં ચરોતરમાં દહેજ પ્રથાને કારણે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી. તેની જેમ જ સમય બદલતા સ્ત્રી ભૃણ હત્યા શરૂ થઈ, જેની અસર 30 વર્ષ પછી પણ દેખાઈ રહી છે ત્યારે આ સમસ્યાનો એક જ ઈલાજ છે દીકરા અને દીકરી વચ્ચે ઉભી થયેલી અસમાનતા દૂર થાય. 


ડિવોર્સ પછી પણ પતિ-પત્નીએ રંગરેલિયા કર્યા, પછી એવુ થયુ કે આખા પરિવારે થૂં થૂં કર્યું


વીસનગરનો સીતા સ્વંયર ફેલ ગયો 
તાજેતરમાં મહેસાણાના વિસનગર ખાતે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જો કે 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવકો હાજર રહ્યા હતા. 


મધ્ય ગુજરાત પાટીદાર સમાજે પણ બંધારણ બદલ્યું 
કન્યાઓની અછતને લઈને મધ્ય ગુજરાત પાટીદાર સમાજ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આણંદના ભાલેજ થાતે મળેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની આત્મચિંતન શિબિરમાં નિર્ણય લેવાયો કે ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે. આ તમામ અગ્રણીઓએ એકમતે નક્કી કર્યું કે, મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે. આ અછતને પૂરી કરવા માટે ગુજરાતના જ પાટીદારો જે વર્ષોથી ગુજરાત બહાર વસેલા છે, તેમની સાથે સંબંધ કેળવવામા આવશે. ત્યાંની દીકરીઓને ગુજરાત લાવવાની એક પહેલ કરવા ગુજરાતના પાટીદાર સમાજે નિર્ણય લીધો છે.


અખાત્રીજનો પવન જોઈ અંબાલાલ પટેલે કરી આગાહી, પવન કઈ દિશામાં ગયો અને કેવુ જશે ચોમાસું?