વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમાં!

વડોદરા શહેરમાં કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રવેશ માટે વાલીઓની પડાપડી જોવા મળી રહી છે. હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો છે..

વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમાં!

રવિ અગ્રવાલ/વડોદરા: શિક્ષણ સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ એડમિશન માટે મોટી મોટી ખાનગી શાળાઓ પર મીટ માંડીને ઉભા છે, ત્યારે વડોદરામાં એક એવી પણ સરકારી શાળા છે કે જ્યાં વિદ્યાર્થીઓને એડમિશન માટે વેઇટિંગમાં રહેવું પડ્યું છે, ત્યારે કંઈ છે આ શાળા?

વડોદરા શહેરમાં કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રવેશ માટે વાલીઓની પડાપડી જોવા મળી રહી છે. હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો છે આ શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી બંને માધ્યમમાં ભણાવવામાં આવે છે અને હાલ બાલ વાટિકાથી ધોરણ 8 સુધી 1013 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, તેમ છતા હજુ ગુજરાતી માધ્યમમાં 84 તેમજ અંગ્રેજી માધ્યમમાં 79 જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ છે. 

જ્યારે આ વર્ષે ખાનગી શાળામાંથી 100થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે અને શાળામાં એક વર્ગમાં 120 જેટલા વિદ્યાર્થીઓ ભણવવામાં આવે છે સરકારી શાળાની બાજુમાં જ ખાનગી શાળા આવેલી છે તેમ છતા વાલીઓ વિદ્યાર્થીઓ પોતાના બાળકને આ સરકારી સ્કૂલમાં ભણાવવાનો આગ્રહ રાખે છે. જો કે આચાર્યએ તમામ શ્રેય પોતાના સ્ટાફને આપી આભાર માન્યો હતો. 

કવિ દુલા કાગ પ્રાથમિક શાળા પાસે ખાનગી શાળા પણ છે. 2014માં સરકારી શાળામાં 400 વિદ્યાર્થી હતાં, જ્યારે ખાનગી શાળામાં 1 હજાર હતા. 2024માં સરકારી શાળામાં 1 હજાર બાળકો છે જ્યારે ખાનગી શાળામાં 300 બાળકો છે જેનું મુખ્ય કારણ સરકારી શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ પદ્ધતિ એક્સ્ટ્રા કોચિંગ છે. શાળામાં રમત ગમત માટે વિશાળ મેદાન , કોમ્પ્યુટર લેબ તેમજ નાના બાળકો માટે તમામ રમત ગમતના સાધનો આ શાળામાં જોવા મળે છે. 

ગુણોત્સવમાં 2 વર્ષથી શાળાને એ ગ્રેડ મળે છે. શાળાની યુટ્યૂબ ચેનલ છે, શાળામાં બાળ સંસદ ચલાવાય છે. જેમાં બાળકો પ્રમુખ, મંત્રી સહિતના પ્રતિનિધિ વિધાનસભાની જેમ ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે શિક્ષકો દ્વારા વધારાના ક્લાસ લેવાય છે.

જો આ જ પ્રકારની શાળાઓ તમામ જગ્યાએ હોય તો ચોક્કસ વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં મૂકવાનું પસંદ કરશે અને સ્કૂલના આચાર્ય અને સ્ટાફ પણ આજ પ્રકારની મહેનત કરે તો તમામ વિદ્યાર્થીઓને ભણવામાં રુચિ પણ આવે, જેથી વાલીઓ પણ આ સ્કૂલના ખાનગી શાળા જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધા જોઈ પોતાના બાળકને અહીંયા પ્રવેશ મળે એવી આશા રાખી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news